Afghanistan Earthquack News : અફઘાનિસ્તાનમાં ફરી 5.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Afghanistan Earthquack News : અફઘાનિસ્તાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપ આવ્યો છે. આ વખતે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધાઈ હતી. જોકે ભૂકંપ એટલો ભારે હતો કે તેની અસર ભારતના કાશ્મીર સુધી અનુભવાઈ હતી અને કાશ્મીરમાં પણ આફ્ટરશૉક આવતા લોકો ગભરાઈ ગયા હતા. આ વખતે અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનના બોર્ડર વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો.

ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું?

- Advertisement -

માહિતી અનુસાર અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાનની બોર્ડર વિસ્તારમાં આ વખતે ભૂકંપનો જોરદાર ઝટકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 86 કિલોમીટર ઊંડે હોવાની જાણકારી મળી છે. જેના કારણે કાશ્મીર સુધી ભૂકંપના આફ્ટરશૉક આવતા લોકો ઘર છોડીને બહાર મેદાનોમાં દોડી આવ્યા હતા.

Share This Article