GST registration process: જીએસટી રજિસ્ટ્રેશનમાં સરળતા લાવવા માટે નવી માર્ગદર્શિકા

Arati Parmar
By Arati Parmar 1 Min Read

GST registration process: ફિલ્ડ ઓફિસરો દ્વારા કરાતી હેરાનગતિને દૂર કરવા સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેકટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી) દ્વારા ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) રજિસ્ટ્રેશન પ્રક્રિયાને સરળ બનાવવા ખાસ સૂચનાઓ જારી કરવામાં આવી છે. વધુ પડતા દસ્તાવેજોની કરાતી માગણીમાં ઘટાડો કરવાના હેતુ સાથે સુધારિત માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

જીએસટીના કરદાતાઓ તરફથી આવતી વારંવાર ફરિયાદોને ધ્યાનમાં રાખી આ સૂચના જારી કરવામાં આવી હોવાનું વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

- Advertisement -

ફોર્મ જીએસટી આરઈજી-૦૧માં જે દસ્તાવેજોની યાદી પૂરી પાડવામાં આવી છે તે યાદી પૂરતુ જ મર્યાદિત રહેવા વિભાગે ફિલ્ડ ઓફિસરોને તાકીદ કરી છે. જીએસટીના કાયદામાં ઉલ્લેખાયેલ ન હોય તેવા દસ્તાવેજોની કરદાતાઓ પાસેથી માગણી કરાતી હોવાનું વિભાગના જાણમાં આવ્યું છે.

ઘરમાલિકના પાન, આધાર કાર્ડ નંબર તથા વેપારના સ્થળની અંદરના ફોટા માગવામાં આવતા હોવાની ફરિયાદો જોવા મળી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

પોર્ટલમાં જણાવેલ કોઈપણ એક દસ્તાવેજ પૂરતો છે અને વધારાના દસ્તાવેજની આવશ્યકતા રહેતી નથી અને તે માગવા ન જોઈએ એમ વિભાગ દ્વારા જારી કરાયેલી સૂચનામાં જણાવાયું છે. ભાડાંની જગ્યા માટે અરજદારે રેન્ટ અથવા લીઝ એગ્રીમેન્ટ અને કોઈ ટેકારૂપ દસ્તાવેજ જોડવાના રહે છે.

Share This Article