IPL 2025 RCB vs PBKS: પંજાબની વિજય યાત્રા, બેંગલુરુની હાર, ટિમ ડેવિડનો પ્રયાસ નિષ્ફળ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

IPL 2025 RCB vs PBKS: આઈપીએલ-2025માં આજે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં પંજાબનો વિજય થયો છે. આ સાથે પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. વરસાદના કારણે 14-14 ઓવરની કરાયેલી મેચમાં બેંગલુરુએ 9 વિકેટે 95 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં પંજાબની ટીમે 12.1 ઓવરમાં 5 વિકેટે 98 રન બનાવી પાંચ વિકેટે ભવ્ય વિજય મેળવી છે. પંજાબના બોલરોએ કહેર વરસાવતા બેંગલુરુની ટીમ સસ્તામાં ઓલઆઉટ થવાની શક્યતા હતી. વિરાટ કોહોલી અને કૃણાલ પંડ્યા જેવા બેટરોએ પણ શરમજનક બેટીંગ કરી હતી. જોકે સાતમાં ક્રમે આવેલા ટિમ ડેવિડે દમદાર બેટીંગ કરતા ટીમને શરમજનક સ્થિતિમાંથી બચાવી છે.

Share This Article