Check Your Aadhaar Card Authentication: આપણો 12 ડિજિટનો આધાર નંબર આપણો મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ બની ગયો છે. મુસાફરી કરવી હોય, ક્યાંક પ્રવેશ મેળવવો હોય કે નવું બેન્ક ખાતું ખોલવું હોય, આપણે આપણી ઓળખ ચકાસવા માટે આપણી આધાર વિગતો શેર કરવી અનિવાર્ય છે. આધારના લીધે સરકારી સેવાઓ અને નાણાકીય સંસ્થાઓનો લાભ લેવો સરળ બન્યો છે. જો કે, તેના વધતાં ઉપયોગની સાથે નાણાકીય છેતરપિંડી અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ વધી છે. સ્કેમર્સ સરળતાથી લોકોના આધાર નંબર ચોરી છેતરપિંડી કરી રહ્યા છે. જો કે, ટેક્નોલોજીની મદદથી હવે આપણે ચકાસી શકીએ છીએ કે, આપણા આધારનો કોણ ઉપયોગ કરી રહ્યું છે.
પરંતુ તમે કેવી રીતે તપાસ કરી શકો છો કે તમારા આધારનો દુરુપયોગ થઈ રહ્યો છે કે નહીં? આધાર ધારકોને તેમના આધાર સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવામાં મદદ કરવા માટે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) પાસે myAadhaar પોર્ટલ પર “ઓથેન્ટિકેશન હિસ્ટ્રી” નામનું એક ઓનલાઈન ટુલ છે. આ ટુલની મદદથી આધાર ધારકોને તેમની આધાર-સંબંધિત પ્રવૃત્તિઓને ટ્રેક અને સુરક્ષિત કરવાની મંજૂરી આપે છે.
આ રીતે તમારા આધારનું ઓથેન્ટિકેશન ચકાસો
myAadhaar પોર્ટલની મુલાકાત લો: સત્તાવાર myAadhaar વેબસાઇટ પર જાઓ.
OTP વડે લોગિન કરો: તમારો આધાર નંબર અને દર્શાવેલી કેપ્ચા કોડ દાખલ કરો. “Login With OTP” પર ક્લિક કરો અને તમારા એકાઉન્ટને ઍક્સેસ કરવા માટે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલ વન-ટાઇમ પાસવર્ડનો ઉપયોગ કરો.
તમારી ઓથેન્ટિકેશન હિસ્ટ્રીને ઍક્સેસ કરો: “ઓથેન્ટિકેશન હિસ્ટ્રી” વિકલ્પ પસંદ કરો અને તે સમયગાળા દરમિયાન આધાર ઉપયોગની સમીક્ષા કરવા માટે તારીખ આધારિત કેટેગરી પસંદ કરો.
વિગતોની સમીક્ષા કરો: હવે સંપૂર્ણ ટ્રાન્જેક્શનનું લિસ્ટ કાળજીપૂર્વક તપાસો. જો તમને કોઈ અજાણી અથવા શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય, તો તરત જ તેની જાણ કરો.
અનધિકૃત પ્રવૃત્તિની જાણ કરો
જો તમને તમારા આધાર નંબર સાથે જોડાયેલ કોઈપણ અનધિકૃત પ્રવૃત્તિ મળે તો તમે ફોન નંબર 1947 પર UIDAI ની ટોલ-ફ્રી હેલ્પલાઇન પર કૉલ કરો. આ સિવાય તમે તમારી સમસ્યાઓ અને ફરિયાદો help@uidai.gov.in પર ઇમેઇલ કરી નોંધાવી શકો છો.
આધારની ચોરી અટકાવવાનું પગલું
UIDAI યુઝર્સને તેમના બાયોમેટ્રિક્સ લૉક કરીને આધારનો દુરુપયોગ અટકાવવાની પણ મંજૂરી આપે છે. આ સુવિધા સુનિશ્ચિત કરે છે કે જો કોઈ તમારા આધાર નંબરની ઍક્સેસ મેળવે તો પણ, તેઓ તમારી સંમતિ વિના તમારી બાયોમેટ્રિક માહિતીનો ઉપયોગ કરી શકશે નહીં.
આ રીતે આધાર બાયોમેટ્રિક્સ લૉક કરો
UIDAI વેબસાઇટની મુલાકાત લો: હવે “લોક/અનલોક બાયોમેટ્રિક્સ” સેક્શન પર નેવિગેટ કરો.
જરૂરી વિગતો દાખલ કરો: તમારું વર્ચ્યુઅલ ID (VID), નામ, PIN કોડ અને પ્રદર્શિત કેપ્ચા કોડ પ્રદાન કરો.
OTP વડે પ્રમાણિત કરો: “OTP મોકલો” પર ક્લિક કરો અને આગળ વધવા માટે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવેલા કોડનો ઉપયોગ કરો.
તમારા બાયોમેટ્રિક્સને સુરક્ષિત કરો: તમારા આધાર બાયોમેટ્રિકને લોક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરો.