Rahul Gandhi On Mahatma Gandhiji: “રાહુલના નિવેદન પર ભાજપનો પ્રહાર: ‘આમની પાસેથી ઈતિહાસ ક્યારેય ન શીખાય'”

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Rahul Gandhi On Mahatma Gandhiji: કોંગ્રેસ સાંસદ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીને કોંગ્રેસ નેતા સંદીપ દિક્ષિત સાથે પોડકાસ્ટમાં મહાત્મા ગાંધી વિશે ટીપ્પણી કરવાનું ભારે પડ્યું છે. ભાજપ રાહુલ ગાંધીની ટીપ્પણીની ટીખળ કરી રહ્યું છે.

રાહુલ ગાંધીએ એક પોડકાસ્ટમાં કહ્યું કે, મહાત્મા ગાંધીને ઈંગ્લેન્ડમાં ટ્રેનમાંથી ધક્કો મારી ઉતારવામાં આવ્યા હતા. આ નિવેદન પર મજાક ઉડાવતાં ભાજપ સાંસદ લહરસિંહ સિરોયાએ કહ્યું કે, મેં પંડિત નહેરૂ પરિવારના પ્રપૌત્ર રાહુલ ગાંધીનો વીડિયો જોયો. જેમાં મને તેમની મહાત્મા ગાંધીજીને ઈંગ્લેન્ડમાં ટ્રેનમાંથી ધક્કો મારી ઉતારવામાં આવ્યા હોવાની વાત પર ખૂબ દુખ થયું. યુટ્યુબ પર પણ ઓટો કેપ્શન સાથે આ વીડિયો રજૂ કરવામાં આવ્યો છે. જેમાં રાહુલજી જે બોલ્યા તે જ કેપ્શન લખાઈ, કોઈએ ઈતિહાસ જાણવાનો પ્રયાસ કર્યો નથી. રાહુલ ગાંધી જેવા વ્યક્તિને પણ ખબર નથી કે, ગાંધીજીને સાઉથ આફ્રિકામાં ટ્રેનમાંથી બહાર ધકેલવામાં આવ્યા હતા. દુર્ભાગ્યવશ એ છે કે, નહેરૂ સેન્ટરના માણસ અને કોંગ્રેસના બુદ્ધિશાળી વ્યક્તિઓ તથા સંદીપ દિક્ષિતે પણ આ વીડિયો રજૂ કરતાં પહેલાં ભૂલ સુધારી નહીં. રાહુલ પાસેથી કોઈએ ઈતિહાસ શીખવો કે જાણવો નહીં.

- Advertisement -

શું કહ્યું રાહુલ ગાંધીએ?

દિક્ષિત સાથે પોડકાસ્ટમાં પંડિત જવાહરલાલ નેહરૂના પ્રપૌત્ર રાહુલ ગાંધીએ પંડિત નહેરૂના વખાણ કર્યા હતાં. તેમણે કહ્યું કે, ‘જવાહરલાલ નેહરુ મૂળભૂત રીતે તેમના પિતા દ્વારા ઘડાયેલા હતા. તેથી તેમના પિતાની પણ નહેરૂજીને ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. બાદમાં દિક્ષિતે અટકાવી પૂછ્યું મોતિલાલ નેહરૂ? જેનો જવાબ આપતાં ગાંધીએ કહ્યું કે, હા, મોતીલાલજી, તમે જાણો છો કે, જ્યારે ગાંધીજીને ઈંગ્લેન્ડમાં ટ્રેનમાંથી બહાર ધક્કો મારી કાઢી મૂકવામાં આવ્યા હતાં. ત્યારે મારા પિતાના નાના અને તેમના પિતરાઈ ભાઈઓએ અલ્લાહબાદ રેલવે સ્ટેશન પર જઈ અમુક બ્રિટિશર્સને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી કાઢી મૂકવાનો નિર્ણય લીધો હતો.

- Advertisement -

શું છે ઈતિહાસ?

મહાત્મા ગાંધીને ઈંગ્લેન્ડમાં નહીં, પણ સાઉથ આફ્રિકામાં ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતાં. તેમનો સામન ફેંકી દેવામાં આવ્યા હતાં. ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં રંગભેદના કારણે તેમની સાથે આ ક્રૂર અત્યાચાર થયો હતો. આ ઘટના 7 જૂન, 1893ના રોજ બની હતી. આ ઘટના બાદ તેમનામાં સત્યાગ્રહના સિદ્ધાંતને વિકસિત કરવાનો ખ્યાલ આવ્યો હતો. તેઓ રાતભર સ્ટેશન પર ઠંડીમાં ઠર્યા હતાં. આ અનુભવ તેમના જીવન માટે નિર્ણાયક સાબિત થયો. અને તેમણે અહિંસક વિરોધ મારફત ભારતને સ્વતંત્રતા અપાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો.

- Advertisement -
Share This Article