IPL 2025: ઈશાન કિશનનો લોચો, નોટ આઉટ છતાં પેવેલિયન તરફ જતા અમ્પાયરે કર્યો આ નિર્ણય

Arati Parmar
By Arati Parmar 4 Min Read

IPL 2025: કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે ઈશાન કિશન આટલી ગંભીર ભૂલ કરશે. આઇપીએલ મેચમાં ઈશાને એવી ભૂલ કરી જે પહેલા ભાગ્યે જ કોઈએ કરી હશે. જો અમ્પાયર બેટરને આઉટ આપે અને ખેલાડીને લાગે કે તે આઉટ નથી, તો ખેલાડી DRS લે છે. આનાથી બધું સ્પષ્ટ થઈ જાય છે. પરંતુ એવું ક્યારેય જોવા મળતું નથી કે બેટર અમ્પાયર આઉટ આપે તે પહેલાં જ પેવેલિયનમાં જાય અને તે પણ જ્યારે તે નોટઆઉટ હોય. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ મેચમાં ઈશાન કિશને આટલી ગંભીર ભૂલ કેવી રીતે કરી તે કોઈને સમજાયું નહીં.

જાણો શું છે સમગ્ર ઘટના

- Advertisement -

આઇપીએલમાં બુધવારે (23મી એપ્રિલ) હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે રમાયેલી મેચ ઈશાન કિશન માટે યાદ રહેશે. જ્યારે હૈદરાબાદ પહેલા બેટિંગ કરવા ઉતર્યું ત્યારે તેની પહેલી વિકેટ ટ્રેવિસ હેડના રૂપમાં ખૂબ જ જલ્દી પડી ગઈ. બીજી ઓવરમાં ટીમનો સ્કોર ફક્ત બે રન હતો, ત્યારબાદ ટ્રેવિસ હેડ ઝીરોના સ્કોર પર આઉટ થયો. ટ્રેન્ટ બોલ્ટના બોલ પર નમન ધીરના હાથે તેનો કેચ થયો. આ પછી, ઈશાન કિશન ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો. તેણે હજુ ચાર બોલ રમ્યા જ હતા કે એક મોટી ઘટના બની.

- Advertisement -
TAGGED:
Share This Article