Stock Market Crash Today: સેન્સેક્સ ધરાશાયી, રોકાણકારોને મોટો ફટકો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Stock Market Crash Today: ભારતીય શેરબજાર પોઝિટીવ નોટ સાથે ખૂલ્યા બાદ વધી તૂટ્યા છે. સેન્સેક્સમાં 1100થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. નિફ્ટીએ પણ 350થી પોઈન્ટના કડાકા સાથે 24000નું લેવલ ગુમાવ્યું છે. માર્કેટમાં મોટા કડાકાના કારણે રોકાણકારોની મૂડીમાં આજે રૂ. 10.72 લાખ કરોડનું ધોવાણ થયું છે.

સ્મોલકેપ મીડકેપમાં મોટો  કડાકો

- Advertisement -

શેરબજારમાં સાર્વત્રિક મંદીના માહોલ વચ્ચે આજે સ્મોલકેપ અને મીડકેપમાં મોટો કડાકો જોવા મળ્યો છે. સ્મોલકેપ 1765 પોઈન્ટ અને મીડકેપ 1424 પોઈન્ટના કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. બેન્કિંગ, રિયાલ્ટી, પાવર, ઓઈલ-ગેસ, ટેલિકોમ શેર્સમાં પણ મોટાપાયે વેચવાલી નોંધાતા ઈન્ડેક્સ 2 ટકાથી વધુ તૂટ્યો છે.

Share This Article