IPL 2025: મુંબઈ ઈન્ડિયન્સની IPL 2025માં જોરદાર વાપસી, પ્લેઓફ દોડમાં મજબૂત શક્યતા

Arati Parmar
By Arati Parmar 2 Min Read

IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ ખરાબ શરૂઆત બાદ જોરદાર વાપસી કરી છે. મુંબઈએ શરૂઆતની પાંચ મેચોમાંથી ફક્ત એક જ મેચ જીતી હતી. પરંતુ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં આ ટીમ હવે સતત ચાર મેચ જીતી ચૂકી છે.

9 મેચમાંથી 5 પર વિજેતા

- Advertisement -

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈના હવે 9 મેચમાં 5 જીત સાથે 10 પોઈન્ટ છે અને તે પ્લેઓફની દોડમાં મજબૂત રીતે આગળ વધી ગઈ છે. હવે મુંબઈ આજે (27 એપ્રિલ) તેની આગામી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામે મુકાબલો કરશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગ્યે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે.

…તો મુંબઈ ઈન્ડિયન્સ ખિતાબ જીતશે તે નક્કી!

- Advertisement -

જો આપણે જોઈએ તો, 2020 પછી આ પહેલી વાર છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે IPL સીઝનમાં સતત 4 મેચ જીતી છે. મુંબઈ ઈન્ડિયન્સે 2020 માં આજ રીતે કર્યું, ત્યારે પણ MI પાંચમી વખત આઈપીએલ ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી. હવે જોવાનું એ રહે છે કે આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ માટે આ રસપ્રદ સંયોગ કેટલો ભાગ્યશાળી સાબિત થાય છે.

સૌથી સફળ ટીમ પૈકી એક છે MI 

- Advertisement -

જણાવી દઈએ કે, મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની સૌથી સફળ ટીમોમાંની એક છે. મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે અને સૌથી વધુ આઈપીએલ ખિતાબ જીતવાના મામલે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની બરાબરી પર છે. પહેલી બે IPLમાં, મુંબઈ ઈન્ડિયન્સ લીગ સ્ટેજમાંથી બહાર થઈ ગયું હતું. મુંબઈ ઈન્ડિયન્સે પહેલી વાર 2010 માં પોતાની છાપ છોડી હતી, જ્યારે સચિન તેંડુલકરની કેપ્ટનશીપમાં મુંબઈ રનર્સ-અપ બન્યું હતું. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, મુંબઈ ઈન્ડિયન્સ 2015, 2017, 2019 અને 2020 માં ચેમ્પિયન બનવામાં સફળ રહ્યું.

TAGGED:
Share This Article