Gold Price Today: છેલ્લા ઘણા દિવસોથી, ક્યારેક સોનાના ભાવમાં ભારે વધારો થઈ રહ્યો છે, તો ક્યારેક સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. ખરેખર, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ યુદ્ધમાં સોનાના ભાવમાં તેજી આવી છે. જેના કારણે ગયા અઠવાડિયે દેશના વાયદા બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો થયો હતો. જે બાદ છેલ્લા એક અઠવાડિયાથી સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે આજે ફરી સોનાના ભાવ ઘટી ગયા છે.
29 એપ્રિલ 2025ના રોજ સોનાના ભાવમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. ત્યારે અક્ષય તૃતીયા પહેલા સોનાના ભાવ ઘટી ગયા છે.
આજે 29 એપ્રિલે દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 97,670 પર છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ આજે 89,540 રુપિયા પર છે, ત્યારે ગઈકાલની સરખામણીમાં આજે સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે ગઈકાલે 24 કેરેટ સોનું 98,300 રુપિયા પ્રતિ 10 ગ્રામ હતુ.
આ સિવાય મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, અને હૈદરાબાદ જેવા શહેરોમાં આજે 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 89,390 રુપિયા પર છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ અહીં 97, 520 એ ટ્રેડ કરી રહ્યો છે.
આજ રીતે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 97, 570 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 89, 440 રુપિયા છે.
આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે ગઈકાલે ચાંદી 1,01,800 રૂપિયા પ્રતિ કિલોના ભાવે હતી જ્યારે આજે 29 એપ્રિલ 2025ના રોજ આજે ચાંદીનો ભાવ ઘટીને 1,00, 400 રુપિયા પ્રતિ કિલો પર છે.
હકીકતમાં, લગ્નની મોસમ પહેલા, સોનાના ભાવમાં ઝડપથી ઉથલપાથલ જોવા મળી રહી છે. નિષ્ણાતો કહે છે કે વેપાર યુદ્ધના પરિબળોને કારણે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે. જોકે, સ્થાનિક બુલિયન બજારમાં ભાવ સતત ઘટી રહ્યા છે. જે ખરીદદારો માટે રાહતની વાત છે. જ્યારે, વાયદા બજારમાં ભાવમાં વધારો થઈ રહ્યો છે. તે જ સમયે, વિદેશી બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે.
ગોલ્ડ માર્કેટના ઘણા નિષ્ણાતોના મતે, તાજેતરની ઘટનાઓ અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, આગામી મહિનાઓમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થવાની સંભાવના છે, અને જો આ વલણ ચાલુ રહેશે તો સોનાની કિંમત જલદી ઘટી શકે છે