PM-Kisan Samman Nidhi Yojana: હવે ખેડૂતોને ₹6,000 નહીં પણ ₹9,000 મળશે, આ રાજ્યની સરકારે કરી મોટી જાહેરાત

Arati Parmar
By Arati Parmar 4 Min Read

PM-Kisan Samman Nidhi Yojana: કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-Kisan Samman Nidhi) હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે. જણાવી દઈએ કે, આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે, જે ત્રણ હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. હવે બધા ખેડૂતો 19માં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેની તારીખ નક્કી થઈ ગઈ છે. જોકે, આ વચ્ચે હવે રાજસ્થાનના ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.

રાજસ્થાન સરકારે બુધવારે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન નાણામંત્રી દિયા કુમારીએ ઘણી મોટી જાહેરાતો કરી હતી. બજેટમાં ખેડૂતો માટે પણ ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. રાજસ્થાનમાં PM કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે. રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9 હજાર રૂપિયા મળશે. કેન્દ્ર સરકાર વાર્ષિક 6 હજાર રૂપિયા આપે છે. 3 હજાર રૂપિયા રાજસ્થાન સરકાર તરફથી આપવામાં આવશે.

- Advertisement -

રાજસ્થાન સરકારે બુધવારે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન નાણામંત્રી દિયા કુમારીએ ઘણી મોટી જાહેરાતો કરી હતી. બજેટમાં ખેડૂતો માટે પણ ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. રાજસ્થાનમાં PM કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે. રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9 હજાર રૂપિયા મળશે. કેન્દ્ર સરકાર વાર્ષિક 6 હજાર રૂપિયા આપે છે. 3 હજાર રૂપિયા રાજસ્થાન સરકાર તરફથી આપવામાં આવશે.

રાજસ્થાનમાં 2023ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને વાર્ષિક 12 હજાર રૂપિયાની આર્થિક મકક આપવાની જાહેરાત કરી હતી. 6 હજાર રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે, જ્યારે રાજ્ય સરકાર તરફથી પણ 6 હજાર રૂપિયા વાર્ષિક આપવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર આગામી નાણાકીય વર્ષથી પોતાના તરફથી 3 હજાર રૂપિયા ખેડૂતોને આપશે એટલે કે ખેડૂતોને વાર્ષિક 9 હજાર મળશે. આગામી વર્ષોમાં સરકાર આ મદદને કુલ 12 હજાર રૂપિયા સુધી વધારી શકે છે.

- Advertisement -

આપને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025 ના રોજ બહાર પાડવામાં આવશે. આ દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આ હપ્તો લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે. સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, આ કાર્યક્રમ બપોરે 2 થી 3:30 વાગ્યા સુધી ચાલશે. સરકારી આંકડા મુજબ, આ વખતે લગભગ 9.7 કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. 18મો હપ્તો 5 ઓક્ટોબર, 2024ના રોજ રિલીઝ થયો હતો અને હવે 19મો હપ્તો 24 ફેબ્રુઆરી, 2025ના રોજ રિલીઝ થશે. આ વખતે પણ ખેડૂતોના ખાતામાં DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા પૈસા મોકલવામાં આવશે.

જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને જાણવા માંગો છો કે, તમારું નામ લાભાર્થીઓની યાદીમાં છે કે નહીં, તો તમે સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જઈને તમારી સ્થિતિ ચકાસી શકો છો. સરકારે ખેડૂતોને અપીલ કરી છે કે, તેઓ તેમની બેંક વિગતો સાચી રાખે અને e-KYC પૂર્ણ કરે જેથી ચુકવણીમાં કોઈ સમસ્યા ન થાય. જે ખેડૂતો હજુ સુધી આ યોજનામાં જોડાયા નથી, તેઓ શક્ય તેટલી વહેલી તકે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

- Advertisement -

Share This Article