નવી દિલ્હી, શુક્રવાર
Audi Q7 Facelift Launched In India : ઓડી ઇન્ડિયાએ 28 નવેમ્બર ભારતમાં તેની લક્ઝરી SUV Q7નું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કર્યું છે. આ તેનું બીજું ફેસલિફ્ટ વર્ઝન છે. કંપનીએ તેના એક્સટીરિયર અને ઈન્ટિરિયરને અપડેટ કર્યું છે. નવા Q7માં પેનોરેમિક સનરૂફ, 4 ઝોન ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ અને ADAS જેવી સુવિધાઓ આપવામાં આવી છે. જો કે, તેમાં વર્તમાન મોડલનું માત્ર 3 લીટર V6 ટર્બો પેટ્રોલ એન્જિન મળશે.
બેઈઝ પ્રાઈસ: ભારતમાં એક્સ-શોરૂમ ₹.88.66 લાખ
કંપનીએ Audi Q7 ફેસલિફ્ટને બે વેરિઅન્ટમાં લોન્ચ કરી છે. તેના પ્રીમિયમ પ્લસ TFSI વેરિઅન્ટની કિંમત ₹.88.66 લાખ રાખવામાં આવી છે અને હાઈ સ્પેક ટેક્નોલોજી TFSI વેરિઅન્ટની કિંમત ₹.97.81 લાખ રાખવામાં આવી છે.
કંપનીએ કારનું બુકિંગ શરૂ કરી દીધું છે. તમે તેને Audi India વેબસાઇટ અથવા ‘MyAudi Connect’ એપ દ્વારા રૂ. 2 લાખની ટોકન મની ચૂકવીને બુક કરી શકો છો. તે Mercedes-Benz GLE, Volvo XC90 અને BMW X5 જેવી લક્ઝરી SUV ને ટક્કર આપશે.
પર્ફોમન્સ: 5.6 સેકન્ડમાં 0-100kmphનું દમદાર પિકઅપ
Q7 માં કોઈ યાંત્રિક ફેરફારો કરવામાં આવ્યા નથી. પહેલાની જેમ, તેમાં 3.0 લિટર V6 TFSI પેટ્રોલ એન્જિન છે, જે 340hpનો પાવર અને 500Nmનો મહત્તમ ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 48-વોલ્ટની લાઈટ-હાઇબ્રિડ સિસ્ટમ સાથે જોડાયેલું છે.
એન્જિન 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે અને ઓડીના સિગ્નેચર ક્વાટ્રો ઓલ-વ્હીલ ડ્રાઇવ વિકલ્પ મળે છે. કંપનીનો દાવો છે કે આ કાર 5.6 સેકન્ડમાં 0-100kmphનું દમદાર પિકઅપ મેળવી શકે છે અને તેની ટોપ સ્પીડ 250kmph છે.
આઉટર ડિઝાઇન: SUV 5 કલર વિકલ્પો સાથે લોન્ચ
અપડેટેડ ઓડી Q7 ને નવી ફ્રન્ટ પ્રોફાઇલ આપવામાં આવી છે. આગળના ભાગમાં, ક્રોમ ફિનિશ્ડ વર્ટિકલ સ્લેટ્સ સાથે ઓક્ટાગોનલ ગ્રિલ છે. આ ઉપરાંત, HD મેટ્રિક્સ LED હેડલાઇટ્સ, ડિજિટલ સિગ્નેચર સાથે નવા LED ડે ટાઇમ રનિંગ લેમ્પ્સ (DRL) અને ફ્રેશ એર ઇન્ટેક સાથે નવું સ્ટાઇલ બમ્પર આપવામાં આવ્યું છે.
સાઇડ પ્રોફાઇલ વિશે વાત કરીએ તો, તેના બેઝ મોડલમાં 19-ઇંચના એલોય વ્હીલ્સ છે, જ્યારે ઉચ્ચ વેરિયન્ટ્સમાં 20 થી 22-ઇંચના એલોય વ્હીલ્સ મળશે. પાછળની બાજુએ નવી ડિઝાઇન કરેલી ટેલલાઇટ્સમાં LED ઈનર લાઇટિંગ આપવામાં આવી છે. SUVમાં 5 કલર ઓપ્શન મળશે. તેમાં ગોલ્ડ, વેટોમો બ્લુ, માયથોસ બ્લેક, સમુરાઇ ગ્રે અને ગ્લેશિયર વ્હાઇટનો સમાવેશ થાય છે.
ઈન્ટીરીયર અને સુવિધાઓ: 10.1 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
SUVની કેબિનમાં નાના અપડેટ કરવામાં આવ્યા છે. અંદર, તમને બે રંગીન થીમ આધારિત સીટ અપહોલ્સ્ટરી મળશે, જેમાં સીડર બ્રાઉન અને સાયગા બેજના વિકલ્પોનો સમાવેશ થાય છે. SUVને ઈલેક્ટ્રોનિકલી એડજસ્ટેબલ ફ્રન્ટ સીટ અને પાવર્ડ ટેલ ગેટ પણ મળશે.
પહેલાની જેમ Q7માં ટ્રાઇ સ્ક્રીન સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 10.1-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 12.3-ઇંચનું ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે અને ક્લાઇમેટ કંટ્રોલ પેનલ માટે ઇન્ફોટેનમેન્ટની નીચે ડિસ્પ્લે શામેલ છે. ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં કેટલાક અપગ્રેડ કરવામાં આવ્યા છે જે હવે Spotify અને Amazon Music જેવી થર્ડ પાર્ટી એપ્લિકેશન પણ સપોર્ટ કરે છે.