નવી દિલ્હી, શુક્રવાર
Lextrax Enduro Launched In India : SAR ગ્રુપની ઇલેક્ટ્રિક મોબિલિટી ડિવિઝન કંપની લેક્ટ્રિક્સ EV એ ભારતીય બજારમાં નવું ઇલેક્ટ્રિક સ્કૂટર એન્ડ્યૂરો લૉન્ચ કર્યું છે. કંપનીએ EVને બે વેરિએન્ટ સાથે લોન્ચ કરી છે. આમાં એન્ડ્યૂરો 2.0 અને એન્ડ્યૂરો 3.0 વેરિએન્ટનો સમાવેશ થાય છે.
કંપનીએ બેટરી રેન્ટલ પ્રોગ્રામ BAAS પ્રોગ્રામ એટલે કે બેટરી-એઝ-એ-સર્વિસ પ્રોગ્રામ સાથે ઇ-સ્કૂટર રજૂ કર્યું છે. આ પ્રોગ્રામ સાથે, તેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત ₹59,999 રાખવામાં આવી છે, પરંતુ પ્રથમ એક હજાર ગ્રાહકો તેને ₹57,999ની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકશે.
આ સ્કૂટર ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પરથી પણ ખરીદી શકાય છે. Lectric Enduro અન્ય સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર જેમ કે Ola S1X અને તાજેતરમાં લોન્ચ થયેલ Ola S1Z સાથે સ્પર્ધા કરે છે.