IPO માર્કેટમાં વધુ એક કંપની પ્રવેશવાની તૈયારી કરી રહી છે. ટોક્યોની ફુજીતા કોર્પોરેશન દ્વારા સમર્થિત આ કંપની એન્જિનિયરિંગ સેવા અને સોલ્યુશન (ER&D) માં કામ કરે છે. હવે કંપનીએ આઈપીઓ દ્વારા ભંડોળ ઊભું કરવા માટે મૂડી બજારના નિયમનકાર સેબી પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો છે. આ 33 વર્ષ જૂની કંપની હવે સેબીના ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહી છે.
નીલસોફ્ટ IPOમાં ₹100 કરોડ સુધીના શેરના નવા ઈશ્યુનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પ્રમોટર્સ અને અન્ય શેરધારકો દ્વારા 80 લાખ ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફર (OFS) પણ સામેલ છે.
નીલસોફ્ટ આઈપીઓમાં ઓએફએસ દ્વારા રૂપા શાહ દ્વારા હરીશકુમાર શાહ સાથે સંયુક્ત રીતે 11,45,384 શેર, નેટસોફી પ્રાઈવેટ લિમિટેડ દ્વારા 1,255,784 શેર, નિશિત શાહ દ્વારા રૂપા શાહ સાથે સંયુક્ત રિતે 147,764 શેર અને હરિશકુમાર દ્વારા 41,376 ઈક્વિટી શેરો વેચવા વાળા શેરધારકોનો સમાવેશ થાય છે.
IPOમાંથી મળેલી આવકનો ઉપયોગ નીલસોફ્ટ લિમિટેડ દ્વારા મૂડી ખર્ચ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે નાણાં પૂરાં કરવા માટે કરવામાં આવશે. આ હેઠળ, કંપનીએ ₹69.63 કરોડ ખર્ચવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
નીલસોફ્ટ આઈપીઓમાં લગભગ 75% શેર લાયક સંસ્થાકીય ખરીદદારો (QIBs) ને ફાળવવામાં આવ્યા છે અને નેટ ઓફરના ઓછામાં ઓછા 15% અને 10% બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs) અને છૂટક વ્યક્તિગત રોકાણકારોને ફાળવવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે Equirus Capital અને IIFL Capital Services નીલસોફ્ટ IPO ના બુક-રનિંગ લીડ મેનેજર છે. આ સિવાય લિંક ઈન્ટાઇમ ઈન્ડિયા આઈપીઓ રજિસ્ટ્રાર છે. નીલસોફ્ટના શેરને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા અને BSE પર લિસ્ટેડ કરવાની દરખાસ્ત છે.
નીલસોફ્ટની સ્થાપના 1991માં થઈ હતી અને નાણાકીય વર્ષ 1992માં તેની કામગીરી શરૂ થઈ હતી. કંપની એન્જિનિયરિંગ પ્રોસેસ આઉટસોર્સિંગ (EPO) સેવાઓ પણ પૂરી પાડે છે. વધુમાં કંપની ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને સક્ષમ કરવા માટે કસ્ટમાઇઝ્ડ સોફ્ટવેર એપ્લીકેશન વિકસાવે છે.
કામગીરીમાંથી કંપનીની આવક નાણાકીય વર્ષ 2023માં ₹291.03 કરોડથી 11.96% વધીને નાણાકીય વર્ષ 2024માં ₹325.85 કરોડ થઈ હતી. કર પછીનો નફો FY2023માં ₹46.64 કરોડથી 24.05% વધીને FY2024માં ₹57.85 કરોડ થયો છે.