8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 20થી 30 ટકા વધારો, જાણો વધેલ DA અને નવી સેલેરીનો લાભ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેની તેઓ ઘણા સમયથી રાહ જોતા હતા તે આઠમાં પગાર પંચનું કામ ટુંક સમયમાં જ શરુ થઇ જશે. વ8મા પગાર પંચ હેઠળ 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને પગાર વધારાનો લાભ મળશે. આ ક્યારે અમલમાં આવશે? તે અંગેની વિગત અમે તમને જણાવીશું.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચની રાહ ઝડપથી વધી રહી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 20 થી 30 ટકાનો ઉછાળો જોવા મળી શકે છે. પરંતુ લોકોના મનમાં ઘણા પ્રશ્નો છે જેમ કે કયા પગાર સ્તરે કેટલો પગાર હશે અને ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે, તો ચાલો અમે તમને આ બધા પ્રશ્નોના જવાબો જણાવીએ.

- Advertisement -

50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને 8મા પગાર પંચ હેઠળ પગાર વધારાનો લાભ મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 8મા પગાર પંચનું કામકાજ એપ્રિલ 2025 થી શરૂ થશે અને તેનો અમલ 1 જાન્યુઆરી, 2026 થી થઈ શકે છે.

જોકે, આ માટે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. 7મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2016 થી લાગુ કરવામાં આવ્યું હતું અને તેનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2025 સુધી રહેશે. પરંતુ સમગ્ર કમિશનિંગ પ્રક્રિયામાં 18 મહિનાનો સમય લાગે છે. આવી સ્થિતિમાં, તે કહેવું મુશ્કેલ છે કે તે 1 જાન્યુઆરી, 2026 સુધીમાં લાગુ થશે કે નહીં. સામાન્ય રીતે સરકાર દર 10 વર્ષે એક નવું પગાર પંચ બનાવે છે. આ મુજબ, 8મું પગાર પંચ જાન્યુઆરી 2026 થી લાગુ થવું જોઈએ.

- Advertisement -

કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગાર નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટર સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાતમા પગાર પંચમાં આ 2.57 ટકા હતું, જેના કારણે લઘુત્તમ પગાર 7 હજાર રૂપિયાથી વધીને 18 હજાર રૂપિયા થયો. હવે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે ત્રણ અલગ અલગ અંદાજોની ચર્ચા થઈ રહી છે. તેમાં ૧.૯૨, ૨.૦૮ અને ૨.૮૬ છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 હોય તો લઘુત્તમ વેતન 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ શકે છે.

દરેક નવા પગાર પંચમાં, શરૂઆતમાં મોંઘવારી ભથ્થું ફરીથી સેટ કરવામાં આવે છે. હાલમાં, 7મા પગાર પંચમાં DA 53 ટકા છે અને તેમાં હજુ 3 ટકાનો વધારો થયો નથી. આ પછી, જુલાઈમાં ફરી એકવાર તેમાં સુધારો કરવો પડશે. પરંતુ 8મા પગાર પંચમાં તેને શૂન્યથી ફરીથી સેટ કરવામાં આવશે.

- Advertisement -
Share This Article