AI in Stock Market: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ડિજિટલ નાણાકીય છેતરપિંડીને રોકવા માટે તમામ ભારતીય બેંકો માટે એક વિશિષ્ટ ડોટબેંકડોટઈન ઈન્ટરનેટ ડોમેનની જાહેરાત કર્યાના એક દિવસ બાદ ઝેરોધાના સ્થાપક અને સીઈઓ નીતિન કામથે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ને અરજ કરી છે કે, બેંકો, બ્રોકરો અને પેમેન્ટ એપ્લિકેશન્સની નકલ કરતી બનાવટી એપ્લિકેશન્સના વધતા જતા જોખમને પહોંચી વળવા પગલાં લેવા જરૂરી છે.
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે શેર કરતાં કહ્યું છે કે, કેવી રીતે સાયબર ફ્રોડ્સ ચાલુ રહેશે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મોટી સંભાવનાઓના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થશે. ડિજિટલ ફ્રોડની સંખ્યા અને વિવિધતા આશ્ચર્યજનક છે, જેથી એઆઈના કારણે અહીંથી પરિસ્થિતિ વધુ વણસતી જોવાઈ શકે છે. સેબી અને આરબીઆઈ બન્ને લોકોને શિક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને છેતરપિંડીઓનો સામનો કરવા માટેના પગલાંનો અમલ કરી રહ્યા છે.’બનાવટી એપ્લિકેશન્સ દ્વારા ફિશિંગ કૌભાંડ એ સાયબર ક્રાઈમનો સંદર્ભ આપે છે જ્યાં એપ્લિકેશન્સ જે કાયદેસર દેખાય છે. ઘણીવાર જાણીતી બ્રાન્ડસની નકલ કરે છે, તે યુઝર્સને લોગિન ક્રેડેન્શિયલ્સ, ક્રેડિટ કાર્ડની વિગતો અથવા અન્ય સંવેદનશીલ ડેટા જેવી સંવેદનશીલ વ્યક્તિગત માહિતી પ્રદાન કરવા માટે છેતરવા માટે બનાવવામાં આવે છે.’
તેમણે સેબીના એક કન્સલ્ટેશન પેપરને ટાંકતા જણાવ્યું છે, ”તેમાં બ્રોકરો માટે યુનિક યુપીઆઈ આઈડીની દરખાસ્ત કરવામાં આવી છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે, રોકાણકારો માત્ર સેબી-રજીસ્ટર્ડ બ્રોકરોને જ નાણા ટ્રાન્સફર કરે છે અને બ્રોકરના નામ સાથે યુપીઆઈ આઈડીનો ઉપયોગ કરીને સ્કેમસ્ટર્સને નહીં.” આ પગલાંથી રોકાણકારો સેબી-રજીસ્ટર્ડ માર્કેટ કંપનીઓની ઓળખ કરી શકશે. તેમણે આ સિવાય નોંધ્યું છે કે, ચૂકવણી અને વેબસાઈટ છેતરપિંડી સિવાય અન્ય એક મોટો ઉપદ્રવ એ છે કે, બેંકો, બ્રોકરો અને પેમેન્ટ એપ્લિકેશન્સની નકલ કરતી બનાવટી એપ્લિકેશનનો ફેલાવો. આ એપ્લિકેશન્સ વિશે પણ કંઈક કરવાની જરૂર છે.