Ather Energy IPO: Ather Energy IPOમાં થશે કમાણી કે મળશે નિરાશા? જાણો સંપૂર્ણ વિગત

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Ather Energy IPO: ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની Ather Energyનો IPO સોમવાર, 28 એપ્રિલના રોજ રોકાણકારો માટે ખુલ્યો મુકાયો છે. મંગળવાર એ IPOનો બીજો દિવસ છે. કંપની આ IPO દ્વારા લગભગ ₹2,981 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

આ IPOમાં 8.18 કરોડ નવા ઇક્વિટી શેર જાહેર કરવામાં આવી રહ્યા છે, તેમજ 1.1 કરોડ શેરની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. ત્યારે શું આ IPO રોકાણકારોને કમાણી કરાવશે કે પછી સુપર ફ્લોપ સાબિત થશે?

જો તમે પણ આ IPOમાં રોકાણ કરવાનું વીચારી રહ્યા છો તો તે પહેલા તેના સ્ટેટસ વિશે જાણવું જરુરી છે. તમને જણાવી દઈએ કે એથર એનર્જી 29 એપ્રિલ, 2025 ના રોજ બપોરે 1:19 વાગ્યા સુધી જાહેર ઇશ્યૂ Retail Investors કેટેગરીમાં 1.04 વખત, QIB માં 0 વખત અને NII કેટેગરીમાં 0.2 વખત સબસ્ક્રાઇબ થયો છે. જ્યારે Anchor Investorsની કેટેગરીમાં માત્ર 1એ રસ દાખવ્યો છે.

આ સિવાય આ IPO આવતીકાલે બંધ થશે તેનો છેલ્લો દિવસ છે ત્યારે આ 2 દિવસમાં કેટલો ભરાયો છે તે અંગે વાત કરીએ તો Day 1માં 0.17 % ભરાયો હતો જ્યારે આજે અત્યાર સુધીમાં Day 2એ 0.25% ભરાયો છે જે ગઈકાલની સરખામણીએ સારો છે

તમને જણાવી દઈએ NRI, કંપનીઓ, ટ્રસ્ટ વગેરે જે રૂ. 2 લાખથી વધુ મૂલ્યના શેર માટે બોલી લગાવે છે તેમને બિન-સંસ્થાકીય બોલી લગાવનારા (NII) તરીકે ઓળખવામાં આવે છે. તે NIIના 1,39,15,192 માંથી 446.68 કરોડની બોલી લગાવી છે ત્યારે જો કોઈ IPO ઓવર સબસક્રાઈબ થાય તો તેની પ્રાઈસથી ઓછા પ્રાઈસ પર ખુલવાની આશંકા રહે છે.

હીરો ગ્રુપ સહિત ઘણા મોટા રોકાણકારોએ પ્રી-આઈપીઓ તબક્કામાં રોકાણ કર્યું છે. કંપની પ્રીમિયમ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં મજબૂત સ્થિતિ ધરાવે છે. તેની પાસે એસેટ-લાઇટ બિઝનેસ મોડેલ છે. કંપનીએ પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાનો લાભ લીધા વિના પણ સારી વૃદ્ધિ દર્શાવી છે.

Share This Article