by : Reena Brahmbhatt
BSNL dues from Jio :છેલ્લા 10 વર્ષથી આપણને શું કહેવામાં આવે છે? ભારત સરકારની ટેલિકોમ કંપની BSNL ખોટમાં ચાલી રહી છે. પૈસાની સમસ્યા છે. જેના કારણે 4G સેવા શરૂ થઈ શકી નથી. કર્મચારીઓને વી.આર.એસ. આપવામાં આવ્યું છે.આજે માર્કેટમાં જે પણ કંપનીઓ છે તે પોતાની મનમાની કરે છે અને તો પણ નેટવર્કના તો કોઈ ઠેકાણા છે જ નહીં.જીઓ જેટલું દર્શાવે છે એટલું તો ક્લાયન્ટ્સને મળતું પણ નથી.એક સમયે હચ અને વોડાફોન નું નેટવર્ક એટલું જબરદસ્ત આવતું હતું કે, દેશના કોઈપણ ખૂણે જાવ વાત થઇ શકતી.ત્યારે આખરે કોને કારણે અને કોને પાપે આ કંપનીઓ બરબાદ થઇ ? અને કરોડો લોકોએ આજે મોટાભાગે ફક્ત માર્કેટમાં એક હથ્થું શાસન ચલાવતી જીઓ ને ભરોસે રહેવું પડે છે.
એકસમયે BSNL નો પણ ભારે દબદબો હતો અને સામાન્ય માણસ તેનું જ નેટવર્ક કે સિમ યુઝ કરતો.ત્યારે ટેલિકોમ ક્ષેત્રે કેમ આવી સ્થિતિ સર્જાઈ છે ? કોણે BSNL ને ડૂબાડ્યું ? કોણ છે પ્રજાના આ ગુનેગાર ? જેવા સવાલો આજે જવાબો બની કેગના અહેવાલમાં પ્રગટ થયા છે.ત્યારે એક સવાલ તે પણ છે કે શું આપણને કહેવામાં આવ્યું હતું કે BSNL પર રિલાયન્સ જિયોના અબજો રૂપિયા બાકી છે? આ ક્યારેય જણાવાયું ન હતું.
બાય ધ વે,હવે એ વાત સામે આવી રહી છે કે BSNL એ 1757.56 કરોડનું બિલ તમામ સેવાઓ લીધા બાદ પણ ભર્યું નથી કર્યું. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના તાજેતરના રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે સરકારી ટેલિકોમ કંપની BSNL એ મે 2014 થી મે 2024 સુધી નિષ્ક્રિય ઈન્ફ્રાસ્ટ્રક્ચર શેર કરવા માટે રિલાયન્સ જિયોને બિલ મોકલ્યા નથી.અને છેક 2014 માં આ કંપની જયારે પુરી શરૂ પણ થઇ ન હતી ત્યારે આ સરકારી ટેલિકોમ કંપની BSNL ના તૈયાર ટાવર અને ઇન્ફ્રાસ્ટક્ચર વાપરતી હતી.જે પ્રજાના નાણાંનું હતું.વિચારો આ કંપની તેની સેવાઓ આ સરકારી ઇન્ફ્રાસ્ટક્ચરથી પુરી પાડી નામ પોતાનું વાપરતી હતી અને નાણાં પણ તે જ કમાતી હતી.ત્યારે લોકોને હવે સમજાશે કે જાયન્ટ કોર્પોરેટ કંપનીઓ કેમ બિગ કંપની બની ઉભરે છે.લે વાણીયા તારો ને તારો માલ.જેવો ઘાટ છે.
વેલ,આ ઇન્ફ્રાસ્ટક્ચર વાપરવાનું BSNLબિલ ન મોકલવાને કારણે સરકારને 1,757.56 કરોડ રૂપિયાનું નાણાકીય નુકસાન થયું છે. જો કે, હવે તે જાહેર કરવામાં આવી રહ્યું છે કે કેગના અહેવાલે એક દાયકા કરતાં વધુ સમયથી બિલિંગ પ્રથાઓમાં મોટી ક્ષતિનો પર્દાફાશ કર્યો છે.BSNL અને Reliance Jioએ હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. પરંતુ શું એવું બની શકે કે છેલ્લા 10 વર્ષમાં અબજો રૂપિયાનું બિલ ન આવ્યું હોય? આ માત્ર ભૂલનો કેસ ગણી શકાય ? કે પ્રજાને મૂર્ખ બનાવી આવી કંપનીઓને મોટી કરવાનો આ ખેલ છે ?
નોંધનીય છે કે રિલાયન્સ જિયોની માર્કેટમાં એન્ટ્રી બાદ BSNL રોજેરોજ ડૂબવા લાગી હતી. તેનો અંત આવ્યો. સરકારે BSNLને 4G સ્પેક્ટ્રમ આપ્યું નથી. તેથી, Jio મોબાઇલની દુનિયામાં ઝડપી વૃદ્ધિ મેળવવામાં સફળ રહ્યું.
ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) એ મંગળવારે જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની BSNL એ ટાવર જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરિંગ પરના કરાર મુજબ મે 2014 થી 10 વર્ષ સુધી રિલાયન્સ જિયો પાસેથી કોઈ વસૂલાત કરી નથી, જેના કારણે સરકારને 1,757.56 કરોડનું નુકસાન થયું છે. CAG એ નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ને રૂ. 38.36 કરોડનું નુકસાન થયું છે કારણ કે તે ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડર (TIP) ને આપવામાં આવેલા રેવન્યુ હિસ્સામાંથી લાઇસન્સ ફીનો હિસ્સો કાપવામાં નિષ્ફળ રહી હતી.
10 વર્ષમાં 1757 કરોડનું નુકસાન
CAGએ જણાવ્યું હતું કે, “BSNL મેસર્સ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (RJIL) સાથે માસ્ટર સર્વિસ એગ્રીમેન્ટ (MSA) લાગુ કરવામાં નિષ્ફળ ગયું હતું અને BSNLના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે શેર કરેલ ટાવર પર વપરાતી વધારાની ટેક્નોલોજી માટે બિલ આપ્યું ન હતું, જેના પરિણામે ત્યાંની તિજોરીને 1,757.76 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું અને મે, 24 માર્ચ, 204ની વચ્ચે વ્યાજ સાથે 2040 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.” સીએજીએ એ પણ શોધી કાઢ્યું હતું કે BSNL દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરિંગ ચાર્જ ઓછું બિલ કરવામાં આવ્યું હતું.
Jio પાસે સૌથી વધુ સબસ્ક્રાઇબર બેઝ છે
ત્યારે ઉલ્લેખનીય છે કે,TRAI દ્વારા ડિસેમ્બર મહિના માટે જારી કરવામાં આવેલા ડેટા અનુસાર, Jioના ગ્રાહકોની સંખ્યા 465.1 મિલિયન છે. રિલાયન્સ જિયો 385.3 મિલિયન છે. BSNLનો ગ્રાહક આધાર 91.7 મિલિયન છે અને વોડાફોન આઈડિયાનો 207.2 મિલિયન છે.
આખરે હવે આ દડો કોના કોર્ટમાં જશે ? શું પ્રજાના નાણાં પરત આવશે કે હોઈયાં થશે ? કોણ આપશે આ જવાબ ?