એક જ કંપનીમાં પાંચ વર્ષથી કામ કરતાં કર્મચારીઓ ગ્રેચ્યુઈટીના હકદાર, જાણો કેવી રીતે મળે છે આ લાભ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

How To Calculate Gratuity: ગ્રેચ્યુઈટી એ કર્મચારીઓને નોકરી છોડવા કે રિટાયરમેન્ટ પર મળતું એકસામટું નાણાકીય વળતર છે. ગ્રેચ્યુઈટીનો લાભ લેવા માટે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી કોઈ એક કંપનીમાં કામ કરેલુ હોવુ જરૂરી છે. જેમાં કંપની તેના કર્મચારીઓને એક સ્થળે લાંબો સમય સુધી કામ કરવાનો રિવોર્ડ આપે છે. જો કે, તેના માટે અમુક શરતોનું પાલન કરવુ જરૂરી છે.

ગ્રેચ્યુઈટીમાં કંપની અને કર્મચારી બંનેનું યોગદાન

- Advertisement -

ગ્રેચ્યુઈટીમાં કર્મચારી ઈપીએફની જેમ પગારનો અમુક હિસ્સો યોગદાન પેટે આપવાનો હોય છે. જો કે, કંપની દ્વારા મોટો હિસ્સો ફાળવવામાં આવે છે. જેમાં કોઈ એક જ કંપનીમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી કામ કરવુ જરૂરી છે. આ રકમ કર્મચારીઓને રિટાયરમેન્ટ સમયે અથવા નોકરી છોડવા પર એક સામટી રકમ મળે છે.

કોને મળે છે લાભ

- Advertisement -

પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એક્ટ, 1972 હેઠળ આ લાભ એવી દરેક કંપની આપે છે, જ્યાં કર્મચારીઓની સંખ્યા 10થી વધુ છે. જો કર્મચારી નોકરી બદલે અથવા રિટાયર થાય તો તેને ગ્રેચ્યુઈટીના નિયમો હેઠળ તેનો લાભ મળે છે. પરંતુ જો કંપની રજિસ્ટર્ડ ન હોય તો ગ્રેચ્યુઈટીનો લાભ આપવો કે નહીં, તે કંપનીની ઈચ્છા પર નિર્ભર કરે છે.

આ રીતે ગ્રેચ્યુઈટીની ગણતરી કરો

- Advertisement -

ગ્રેચ્યુઈટી મુખ્યત્વે તમારા છેલ્લા પગાર અને કંપનીમાં આપવામાં આવેલી સેવાના કુલ વર્ષ પર નિર્ભર કરે છે. જેની ગણતરી કરવા માટે તમે ગ્રેચ્યુઈટી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. ધારો કે, તમે એક કંપનીમાં 15 વર્ષ કામ કર્યું છે અને તમારો બેઝિક તથા મોંઘવારી ભથ્થુ સહિત કુલ પગાર રૂ. 40000 છે. જો ગ્રેચ્યુઈટીની ગણતરી આ રીતે કરી શકો છો.

કુલ ગ્રેચ્યુઈટીની રકમ= અંતિમ પગાર X 15/26 X કંપનીમાં કામના કુલ વર્ષ

=40000X 15/26 X 15

= રૂ. 3,46,154

નોંધઃ ગ્રેચ્યુઈટીની ગણતરી માટે મહિનાના 26 દિવસ ગણાય છે. ચાર દિવસ રજાની ગણતરી થતી નથી. એક વર્ષમાં 15 દિવસના આધારે ગ્રેજ્યુએટીની ગણતરી થાય છે.

6 મહિનાથી વધુ કામ કર્યું હોય તો એક વર્ષ ગણાય

આ ફોર્મ્યુલા હેઠળ જો કોઈ કર્મચારીએ છ મહિનાથી વધુ કામ કર્યું હોય તો તેની ગણતરી કરતી વખતે 1 વર્ષ જ ગણાય છે. જો રિટાયરમેન્ટ કે નોકરી છોડવા પહેલા જ કર્મચારીનુ નિધન થાય તો તેવા કિસ્સામાં કંપની કર્મચારીના નોમિનીને ગ્રેચ્યુઈટી અદા કરે છે.

Share This Article