Fixed Deposit Tips: માતાના નામે FD મૂકવાથી વધુ વ્યાજ અને ખાસ લાભ મળે છે

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Fixed Deposit Tips : આપણે બધા નવા વર્ષ માટે વિવિધ પ્રકારના નાણાકીય આયોજન બનાવીએ છીએ. કેટલાક નવા વર્ષ પર ઘર અને કેટલાક કાર ખરીદે છે. તો કેટલાક રોકાણ કરવાનું શરૂ કરે છે. જો તમે પણ નવા વર્ષમાં રોકાણ શરૂ કરવા જઈ રહ્યા છો, તો અમે તમારા માટે એક શાનદાર ટિપ લઈને આવ્યા છીએ.

સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે લોકો પોતાના નામે, પત્નીના નામે કે બાળકોના નામે એફડી કરાવે છે. જો તમે તમારી પત્ની કે તમારા બદલે તમારી માતાના નામે FD કરો છો, તો તમને ભારે વ્યાજની સાથે અન્ય ઘણા લાભો મળી શકે છે. ચાલો અહીં જાણીએ.

- Advertisement -

જો તમે તમારી પત્નીના નામે FD કરો છો તો તમે ચોક્કસપણે ટેક્સ થી બચી શકો છો. પરંતુ હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે જો તમે તમારી પત્નીના નામે FD કરશો તો તમને જેટલું વ્યાજ મળે છે તેટલુ જ વ્યાજ તમારી પત્નીના નામે થયેલી FD પર મળશે. પણ જો તમે તમારી માતાના નામે FD કરવો છો તો તમારી FDનું વ્યાજ વધી જશે.

જી હા , જો તમારી માતાની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે, તો તમને તમારી માતાના નામ પર કરવામાં આવેલી FD પર 0.50 ટકા વધુ વ્યાજ મળશે. એટલું જ નહીં, જો તમારી માતાની ઉંમર 80 કે તેથી વધુ છે તો તમને 0.75 થી 0.80 ટકા વધુ વ્યાજ મળશે.

- Advertisement -

આ સિવાય FDમાંથી થતી આવક પર TDS કાપવામાં આવે છે. નિયમો અનુસાર, જો નાણાકીય વર્ષમાં FD પર મળતું વ્યાજ 40,000 રૂપિયાથી વધુ હોય, તો તમારે 10% TDS ચૂકવવો પડશે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા 50,000 રૂપિયા છે. એટલે કે માતાના નામ પર FD હોય તો અહીં પણ ફાયદાકારક રહેશે. એટલું જ નહીં, જો તમે તમારી માતાના નામ પર FD કરો છો, તો તમે તમારા ટેક્સથી બચી શકો છો.

વાસ્તવમાં, FD ની કમાણી તમારી કુલ કમાણીમાં ઉમેરવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારે વધુ ટેક્સ ચૂકવવો પડશે. બહુ ઓછા લોકો જાણે છે કે જો તેઓ તેમની માતાના નામે એફડી કરે છે, તો તેમને ન માત્ર વધુ વ્યાજ મળશે પરંતુ તેમનો ઘણો ટેક્સ પણ બચી શકે છે.

- Advertisement -
Share This Article