Form-16: ITR, વિઝા-લોન અને આ 4 કામ માટે મદદરૂપ છે ફૉર્મ-16, આ વિશે ખૂબ ઓછા લોકોને છે જાણકારી

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Form-16: ITR ફાઈલ કરવા માટે હવે ટેક્સપેયર્સ પાસે બે વિકલ્પો છે. જેમાં ઓલ્ડ ટેક્સ રિજીમ (Old Tax Regime) અને ન્યુ ટેક્સ રિજીમ (New Tax Regime) સામેલ છે. જો તમે આમાંથી કોઈપણ ટેક્સ રિજીમનો ઉપયોગ કરો છો, તો તમારે ફૉર્મ-16 ભરવું જ પડે છે.

જોકે, આ ફોર્મનો માત્ર ટેક્સ ભરતી વખતે જ નહીં પરંતુ અન્ય ઘણી જગ્યાએ ઉપયોગ કરી શકાય છે. ટેક્સપેયર્સ પાસે ITR ફાઈલ માટે 31 જુલાઈ સુધીનો સમય રહ્યો છે.

- Advertisement -

આ પહેલા તમામ  ટેક્સપેયર્સે યાદ રાખીને ITR ફાઈલ કરી લેવું નહીંતર તમારે ભારે ચાર્જ ચૂકવવો પડી શકે છે.

ITR જ નહીં વિઝા-લોન સહિત આ 4 કામ માટે મદદરૂપ થાય છે ફૉર્મ-16

1. વિઝામાં ઉપયોગ કરી શકો છો

જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો અને વિઝા અપ્લાઈ કરવા માગો છો તો અહીં તમે ફૉર્મ-16નો ઉપયોગ કરી શકો છો. વાસ્તવમાં વિઝા અપ્લાઈ કરતી વખતે તમારે ફાયનાન્શિયલ સ્ટેબિલિટી દેખાડવાની હોય છે, જેના માટે તમે ફૉર્મ-16નો ઉપયોગ કરી શકો છો. આ ફૉર્મનો ઈનકમ પ્રૂફની જેમ ઉપયોગ થઈ શકે છે. ફૉર્મ-16 ઉપરાંત તમે કંપનીમાંથી મળતી પે-સ્લીપનો પણ ઈનકમ પ્રૂફની જેમ ઉપયોગ કરી શકો છો.

TAGGED:
Share This Article