Gautam Adani House: અબજોપતિ ગૌતમ અદાણી પાસે એક નહીં પરંતુ અનેક ઘર છે. ગુડગાંવમાં ગાંધીનગર હાઈવે નજીક સરખેજમાં અદાણીનો આલીશાન બંગલો છે. બિઝનેસ ટાયકૂન અદાણીનું પણ દિલ્હીમાં પણ ઘર છે. ત્યારે આજે તમને ગૌતમ અદાણીના દિલ્હીના ઘરની તસવીરો બતાવી રહ્યા છીએ. અદાણી ગ્રુપે આ ઘર અંદાજે 400 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. અદાણીનું આ ઘર દિલ્હીના લુટિયન ભગવાન દાસ રોડ પાસે છે.
ગૌમત અદાણીનું દિલ્હી સ્થિત ઘર ઘણું મોટું છે. અદાણીનો બંગલો અંદાજે 3.4 એકરમાં ફેલાયેલો છે.
મળતી માહિતી મુજબ, ગૌતમ અદાણીના આ આલીશાન બંગલામાં સાત બેડરૂમ, 6 ડાઇનિંગ રૂમ અને 1 સ્ટડી રૂમ છે. આ સાથે, તેમાં એક હોલ અને સ્ટાફ ક્વાર્ટર પણ છે.
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માત્ર એક જ નહીં પરંતુ અનેક પ્રોપર્ટીના માલિક છે અને તેમની પાસે અનેક મકાનો પણ છે.
ગૌતમ અદાણીનો જન્મ 24 જૂન 1962ના રોજ ગુજરાતમાં થયો હતો. તેઓ અદાણી ગ્રુપના ચેરમેન છે. અદાણી ગ્રૂપ એ વૈશ્વિક સ્તરે સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોલ્ડિંગ બિઝનેસ છે જે કોલસાના વેપાર, કોલસાની ખાણકામ, તેલ અને ગેસ સંશોધન, બંદરો, મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ, પાવર જનરેશન અને ટ્રાન્સમિશન અને ગેસ વિતરણમાં ફેલાયેલો છે.
ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓની લિસ્ટમાં પોતાનું સ્થાન ધરાવે છે .ગૌતમ અદાણીનો દિલ્હીના અત્યંત પોશ વિસ્તાર લ્યુટિયન્સમાં કરોડોની કિંમતનો બંગલો છે. જે જોવામાં એકદમ સુંદર છે.
દિલ્હીનું ઘર રાજાના કિલ્લા જેવું લાગે છે. ભારત ઉપરાંત, ગૌતમ અદાણીની સમગ્ર વિશ્વમાં રિયલ એસ્ટેટ મિલકતો છે. ઓસ્ટ્રેલિયાના એબોટ પોર્ટમાં તેમનો એક બંગલો પણ છે, જે એકદમ વૈભવી છે.
આ ઉપરાંત ગૌતમ અદાણીનું એક ઘર અમદાવાદમાં પણ છે. અમદાવાદનું મકાન મીઠાખળી ચોકડી પાસે નવરંગપુરામાં છે. આ સિવાય તેમનું ગુડગાંવમાં પણ એક ઘર છે.