Gold Price Today: આજે સોમવાર એટલે કે 10 માર્ચે સોનું સસ્તું થયું છે. હોળી પહેલા સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં શુક્રવારે 14 માર્ચે હોળીની ઉજવણી કરવામાં આવે છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 87,700 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 80,300 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.
દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 80,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. દિલ્હીમાં 24 કેરેટ સોનું 87,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર યથાવત છે. મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 80,390 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 87,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.
તેમજ ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ આજે 87,750 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 80,300ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
10 માર્ચ 2025ના રોજ ચાંદીનો ભાવ 99,000 રૂપિયા પ્રતિ કિલો હતો. ગયા અઠવાડિયે ચાંદીનો ભાવ રૂ.99,000 હતો.
સોનાના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ રોકાણકારોની વધતી સતર્કતા અને વિશ્વની આર્થિક નીતિઓમાં સંભવિત ફેરફારો છે. ખાસ કરીને અમેરિકામાં ટેક્સ પોલિસીમાં ફેરફાર અને રોજગાર સંબંધિત ડેટાને કારણે બજારમાં અનિશ્ચિતતા છે. આના કારણે રોકાણકારોની વિચારસરણી પર અસર પડી છે, જેના કારણે સોનાની ખરીદી ઘટી છે અને તેની કિંમતમાં ઘટાડો થવા લાગ્યો છે.
ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા રહે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે.