Gold price today: સોનાની દોડે લીધી વિરામ, ભાવ રૂ.2500 ઘટીને એક લાખથી નીચે

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Gold price today: મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોનાના ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક લાગતાં ભાવ ટોચ પરથી ઝડપી તૂટી ગયા હતા જયારે ચાંદીના ભાવ આંચકા પચાવી ઝડપી ઉંચકાયા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ટોચ પરથી ૧૦ ગ્રામદીઠ રૂ.૨૫૦૦ ગબડી રૂ. એક લાખની અંદર જતા રહ્યા હતા.  વિશ્વ બજારના સમાચાર સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી બતાવી રહ્યા હતા.

વૈશ્વિક સોનાના ભાવ જે વધી ઉંચામાં ઔંશના ૩૫૦૦ ડોલરને આંબી ગયા હતા તે ટોચ પરથી ઝડપી ગબડી આજે નીચામાં ૩૨૯૧થી ૩૨૯૨ ડોલર થઈ ૩૩૧૯થી ૩૩૨૦ ડોલર રહ્યાના સમાચાર હતા.  વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ બજારમાં સોનાના ભાવ રૂ.૨૫૦૦ તૂટી ૯૯૫ના  ભાવ રૂ.૯૮૭૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૦૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ ઉંચકાઈ રૂ.૯૭૫૦૦ બોલાયા હતા.

- Advertisement -

વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં તથા ચીન પ્રત્યે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની આક્રમકતા હળવી થતાં તેમ જ અમેરિકાના ફેડરલ રિઝર્વ સામે પણ હવે ટ્રમ્પનું ચલણ હળવું થતાં વિશ્વ બજારમાં આજે સોનામાં ઉંચા મથાળે ફંડોનું સેલીંગ વધ્યાનું જાણકારો જણાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૨.૭૧થી ૩૨.૭૨ ડોલરવાળા નીચામાં ૩૨.૧૦ તથા ઉંચામાં ૩૩.૦૩ થઈ ૩૨.૯૦થી ૩૨.૯૧ ડોલર રહ્યા હતા.  મુંબઈ બુલીયન બજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૫૬૦૭ વાળા ઉછળી રૂ.૮૬૬૧૩ રહ્યા હતા.

જ્યારે મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૮૦૯૦ વાળા રૂ.૯૫૪૦૦ થઈ રૂ.૯૫૭૦૦ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૮૪૮૪ વાળા રૂ.૯૫૭૮૪ થઈ રૂ.૯૬૦૮૫ રહ્યા હતા.  મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી  ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૫૭ ટકા વધ્યા હતા.  પ્લેટીનમના ભાવ વધી ૯૭૫ થઈ ૯૭૨થી ૯૭૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૯૫૧થી ૯૪૮થી ૯૪૯ ડોલર રહ્યા હતા. ક્રૂડ તેલ વધ્યા પછી ઘટયું હતું બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૬૮.૬૫ તથા નીચામાં ૬૬.૪૧ થઈ ૬૬.૮૧ ડોલર રહ્યા હતા.

યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૬૪.૮૭ તથા નીચામાં ૬૨.૬૪ થઈ ૬૨.૯૮ ડોલર રહ્યા હતા.નવી માગ ધીમી હતી. અમેરિકામાં  ક્રૂડનો સ્ટોક ૬ લાખ ૫૪ હજાર બેરલ્સ ઘટયાના વાવડ મળ્યા હતા.

Share This Article