Gold Rate Today: સોનાના ભાવમાં ઘટાડો જારી, ચાંદી ફરી ઉછળી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Gold Rate Today: મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. જોકે ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા. વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ પાછળ વૈશ્વિક સોનાના ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૦૨૨થી ૩૦૨૩ વાળા નીચામાં ૩૦૧૩ તથા ઉંચામાં ૩૦૩૩ થઈ ૩૦૨૫થી ૩૦૨૬ ડોલર રહ્યા હતા.

ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો ઉંચકાતાં તથા ડોલરના ભાવ ગબડતાં ઝવેરીબજારમાં સોનામાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી અને તેની અસર બજાર ભાવ પર જોવા મળી હતી. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૮૭૬૫૦ વાળા રૂ.૮૭૩૬૮ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૮૮૦૦૦ વાળા રૂ.૮૭૭૧૯ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી વગર રૂ.૯૭૧૫૦ વાળા જોકે રૂ.૯૭૬૩૮ થઈ રૂ.૯૭૪૦૭ બંધ રહ્યા હતા.

- Advertisement -

અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૯૦૫૦૦ તથા ૯૯૯ના રૂ.૯૦૮૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૯૮૫૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૩.૧૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૯૮૨ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ  ૯૬૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે આંચકા પચાવી ફરી ૧.૨૩ ટકા વધ્યાના વાવડ મળ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં આજે ક્રુડતેલના ભાવ ઉંચકાયા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૭૨.૧૬ વાળા ઉંચામાં ૭૨.૭૬ થઈ ૭૨.૫૪ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રુડના ભાવ ૬૮.૨૧ વાળા વધી ૬૮.૯૨ થઈ ૬૮.૭૨ ડોલર રહ્યા હતા. અમરેકિા દ્વારા ઈરાન પર અંકુશો તથા ઈઝરાયલ દ્વારા ગાઝા પર હુમલાઓ વચ્ચે ક્રુડના ભાવ પર પોઝીટીવ અસર દેખાઈ હતી.

દરમિયાન, અમેરિકા દ્વારા રશિયા પર પ્રતિબંધો છતાં ભારતમાં રશિયાના સસ્તા ભાવના ક્રુડની આયાત જળવાઈ રહેતાં ભારતના આયાતકારોએ અન્ય દેશોમાંથી આયાત ઓછી કરવાની નિતી અપનાવી હોવાના સમાચાર હતા. ભારતમાં એપ્રિલમાં રશિયાના ઓછા ભાવના આશરે ૬૦૨ શિપમેન્ટો આવવાના છે.

Share This Article