Gold Rate Today: મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં નવી ઉંચી ટોચ જોવા મળી હતી અને તેના પગલે દેશના ઝવેરી બજારોમાં આજે ઐતિહાસિક તેજી વણથંભી આગળ વધી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધુ વધી ૧૦ ગ્રામના ઉંચામાં રૂ.૯૨ હજારને આંબી ગયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૧૦૦૦ વધી રૂ. ૧ લાખની સપાટી કુદાવી રૂ.૧ લાખ ૧૦૦૦ના મથાળે બોલાતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૦૪૯થી ૩૦૫૦ વાળા ઉંચામાં આજે ૩૦૮૫થી ૩૦૮૬ થઈ ૩૦૭૮થી ૩૦૭૯ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક સ્તરે ટ્રેડવોર વકરતાં વૈશ્વિક સોનામાં ફંડોની સેફહેવન સ્વરૂપની લેવાલી જળવાઈ રહી હતી. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભૌવ ઔંશના ૩૩.૯૭ વાળા વધી ૩૪.૫૮ થઈ ૩૪.૫૩ થી ૩૪.૫૪ ડોલર રહ્યા હતા. અમદાવાદ ઝવેરીા બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૫૦૦ વધી ૯૯૫ના રૂ.૯૧૭૦૦ તથા ૯૯૯ના રૂ.૯૨૦૦૦ બોલાયા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઉંચામાં ૯૯૩ થઈ ૯૮૯થી ૯૯૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૯૯૩ થઈ ૯૮૬થી ૯૮૭ ડોલર બોલાઈ રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આંચકા પચાવી આજે ૦.૧૨ ટકા પ્લસમાં રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી ચાર સપ્તાહની ટોચે પહોંચી બેરલના ૭૪ ડોલરની ઉપર ગયાના સમાચાર ય્વ્યા હતા.
બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ ઉંચામાં ૭૪.૨૦ થઈ ૭૪.૧૦ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૭૦.૦૯ થઈ ૭૦.૦૬ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ઘટયાના વાવડ હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૮૮૦૬૩ વાળા રૂ.૮૮૯૪૮ થઈ રૂ. ૮૮૮૦૭ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૮૮૪૧૭ વાળા રૂ.૮૯૩૦૬ થઈ રૂ.૮૯૧૬૪ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૯૭૭૫ વાળા રૂ.૧૦૦૯૩૪ થઈ રૂ.૧૦૦૮૯૨ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.