Gold Rate Today: મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલિયન બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં નવા ઉંચા ભાવ દેખાયા હતા. ચાંદીમાંસ જો કે બેતરફી વધઘટ જોવા મળી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધુ વધી ઉંચામાં ઔંશના ૩૧૫૦ ડોલર નજીક પહોંચતા નવો ઈતિહાસ રચાયો હતો. હવે ૩૨૦૦ ડોલર પર નજર હતી. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે સોનામાં તેજી વણથંભી આગળ વધી હતી.
અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ વધી આજે ૧૦ ગ્રામના રૂ.૯૪ બજારને આંબી જતાં ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔશદીઠ ૩૧૨૨થી ૩૧૨૩ વાળા નીચામાં ૩૧૨૦ તથા ઉંચામાં ૩૧૪૯ થઈ ૩૧૩૩થાી ૩૧૩૪ ડોલર રહ્યા હતા. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા બુધવારે (આજે) જાહેર થનારી નવી ટેરીફ નીતિ પર નજર વચ્ચે વૈશ્વિક સોનામાં ફંડોની સેફ હેવન ખરીદી જળવાઈ રહી હતી.
દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ વધુ રૂ.૫૦૦ વધી ૯૯૫ના રૂ.૯૩૭૦૦ તથા ૯૯૯ના રૂ.૯૪૦૦૦ને આંબી ગયા હતા. જોકે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૫૦૦ ઘટી રૂ.૯૯૫૦૦ રહ્યા હતા.
વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૪.૧૫ વાળા ઉંચામાં ૩૪.૨૧ થઈ નીચામાં ભાવ ૩૩.૭૮ થઈ ૩૩.૯૨થી ૩૩.૯૩ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર વધી ૯૯૫ના રૂ.૯૦૭૫૦ તથા ૯૯૯ના રૂ.૯૧૧૧૫ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૯૬૪૧ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ નીચામાં ૯૮૭ તથા ઉંચામાં ૧૦૦૧ થઈ ૯૯૨થી ૯૯૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૯૮૨ તથા ઉંચામાં ૯૯૭ થઈ ૯૮૫થી ૯૮૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ ૦.૨૯ ટકા પ્લસમાં રહ્યા હતા. સોનામાં ત્રિમાસિક તેજીમાં ૧૯૮૬ પછીનો શ્રેષ્ઠ ત્રિમાસિક ગાળો જોવા મળ્યો હવાનું જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ નીચામાં ૧૦૪.૦૨ થયા પછી ઉંચામાં ૧૦૪.૩૫ થઈ ૧૦૪.૨૭ રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે ડોલરના ભાવ રૂ.૮૫.૫૫ તથા રૂ.૮૫.૭૧ થઈ રૂ.૮૫.૬૮ બોલાઈ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૭૫.૨૮ થઈ ૭૪.૬૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૭૧.૯૯ થઈ ૭૧.૩૪ ડોલર રહ્યા હતા. ભારતમાં માર્ચમાં ક્રૂડની આયાત વધી દૈનિક ૫૦ લાખ બેરલ્સ ઉપર જતાં નવો રેકોર્ડ જોવા મળ્યો હતો. રશિયાથી આયાત વધ્યાની ચર્ચા હતી.