Huge returns in gold and silver: 2024-25માં સોનાચાંદી ચમક્યાં, ઈક્વિટી માર્કેટ ધીમું પડ્યું

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Huge returns in gold and silver: વર્તમાન નાણાં વર્ષ સમાપ્ત થવાની તૈયારીમાં છે ત્યારે વિવિધ એસેટ કલાસ પર વળતરની દ્રષ્ટિએ ઈક્વિટીસ અને રૂપિયા કરતા સોનાચાંદી પર રોકાણકારોને નોધપાત્ર વળતર પ્રાપ્ત થયું હોવાનું ઉપલબ્ધ ડેટા પરથી કહી શકાય એમ છે.

પ્રાપ્ત ડેટા પ્રમાણે ૧લી એપ્રિલ, ૨૦૨૪થી ૨૮ માર્ચ, ૨૦૨૫ના ગાળામાં રોકાણકારોને ઈક્વિટીસ પર પાંચ ટકાથી સાધારણ વધારે વળતર પ્રાપ્ત થયું છે જ્યારે સોનાચાંદીમાં રોકાણ પર રોકાણકારોને  જંગી વળતર પ્રાપ્ત થયું છે.૧લી એપ્રિલ ૨૦૨૪થી ૨૮મી માર્ચના ગાળામાં સોનાના ભાવમાં અંદાજે ૨૯ ટકા વધારો થયો છે જ્યારે ચાંદી આ એક વર્ષમાં ૩૪ ટકા ઉછળી હોવાનું સ્થાનિક સોનાચાંદી બજારના ભાવ સૂચવે છે.

- Advertisement -

૧લી એપ્રિલ, ૨૦૨૪ના ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૬૮૬૬૩ રહ્યા હતા જે ૨૮મી માર્ચના રૂપિયા ૮૯૧૬૪ બંધ રહ્યા હતા જ્યારે ચાંદી એક કિલોના રૂપિયા ૭૫૧૧૧ રહ્યા હતા તે વર્તમાન નાણાં વર્ષના અંતિમ સપ્તાહમાં રૂપિયા એક લાખને પાર કરી રૂપિયા ૧૦૦૮૯૨ બંધ રહી હતી.

Share This Article