Increase in QIP fund raising: QIP મારફતે ભંડોળ સંઘરણમાં બેંકો અને NBFCએ નોંધાવ્યો 46% ઉછાળો

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Increase in QIP fund raising: કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયુશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઈપી) રૂટ દ્વારા બેંકો અને એનબીએફસી દ્વારા એકત્ર કરાતી મૂડીમાં ૪૬ ટકાનો વધારો થતાં રૂ. ૭,૪૫૬ કરોડ રહી હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. ૫,૧૦૦ કરોડ હતી.

મૂલ્ય અને જથ્થા બંનેની દ્રષ્ટિએ ભંડોળ ઊભું કરવામાં બેન્કોનું પ્રભુત્વ હતું કારણ કે તેઓએ જાન્યુઆરી-માર્ચ સમયગાળામાં લગભગ રૂ. ૬,૧૦૦ કરોડ એકત્ર કર્યા હતા. નિષ્ણાતો કહે છે કે ક્યુઆઈપી દ્વારા બેંકોના ભંડોળ એકત્રીકરણમાં વધારો મોટે ભાગે સેબીની લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડિંગ ૨૫%ની જરૂરિયાતને પૂર્ણ કરવાની જરૂરિયાતને કારણે થયો હતો.

- Advertisement -

જાણકારોએ જણાવ્યું હતું કે, વર્ષ પૂર્વેના સમયગાળામાં Q૧CY૨૫માં મૂડીમાં લગભગ ૫૦%નો વધારો રાજ્યની માલિકીની બેન્કો માટે સેબી દ્વારા ફરજિયાત ન્યૂનતમ પબ્લિક ફ્લોટ જરૂરિયાતોને પૂર્ણ કરવાની સરકારની ઇચ્છા દર્શાવે છે. સરકારી માલિકીની બેંકો દ્વારા મૂડી એકત્રીકરણ એ માર્જિન અને નોન-પર્ફોર્મિંગ લોન બંનેની દ્રષ્ટિએ તેમની નાણાકીય સ્થિતિમાં નોંધપાત્ર સુધારાની બજારો દ્વારા મજબૂત સમર્થન છે.

Share This Article