Indias Market Surges Post-Tariff Loss: ટેરિફ ટેન્શન વચ્ચે ભારતીય શેરબજારમાં તેજી, રોકાણકારો માટે સલામત વિકલ્પ

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Indias Market Surges Post-Tariff Loss: મંગળવારે લાંબા સપ્તાહાંત પછી બજારો ખુલ્યા ત્યારે ભારતીય શેરબજારોમાં જોરદાર તેજી જોવા મળી છે. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૨ % વધ્યો અને ૨ એપ્રિલના બંધ સ્તર ૨૩૩૩૨ને ઇન્ટ્રા ડે કૂદાવી ગયો છે. આ ઉછાળા સાથે, ભારત     વિશ્વનું પ્રથમ મોટું શેરબજાર બન્યું જેણે યુએસ રાષ્ટ્રપતિ  ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે થયેલા નુકસાનની સંપૂર્ણ ભરપાઈ કરી લીધી છે. જો કે અન્ય એશિયન શેરબજારોના મુખ્ય સૂચકાંક હજુ પણ ૩%થી વધુ નીચે છે.

વૈશ્વિક ઉતાર-ચઢાવ વચ્ચે રોકાણકારો હવે ભારતીય બજારને સલામત સ્થળ તરીકે જોઈ રહ્યા છે. ભારતની અર્થવ્યવસ્થા સંભવિત વૈશ્વિક મંદીનો સામનો કરવા માટે વધુ સક્ષમ માનવામાં આવે છે, જ્યારે ઘણા દેશો યુએસ ટેરિફથી વધુ સીધી રીતે પ્રભાવિત થાય છે.

- Advertisement -

અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર યુદ્ધ વચ્ચે, ભારતને હવે વૈકલ્પિક ઉત્પાદન કેન્દ્ર તરીકે જોવામાં આવી રહ્યું છે. જ્યારે ચીન યુએસ ટેરિફના જવાબમાં આક્રમક વલણ અપનાવી રહ્યું છે, ત્યારે ભારતે શાંત વલણ અપનાવ્યું છે અને યુએસ સાથે કામચલાઉ વેપાર કરાર પર પહોંચવાનો પ્રયાસ કર્યો છે.

વૈશ્વિક બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભારતનો સ્થાનિક વિકાસ મજબૂત છે અને ચીનથી સપ્લાય ચેઇન ખસેડવાની શક્યતા ભારતને એક સુરક્ષિત રોકાણ વિકલ્પ બનાવે છે.

છેલ્લા બે ક્વાર્ટરમાં ભારતીય શેરબજારમાં લગભગ ૧૦%નો ઘટાડો જોવા મળ્યો હતો. આનું કારણ આર્થિક વૃદ્ધિ, શેરના ઊંચા મૂલ્યાંકન અને વિદેશી રોકાણકારો દ્વારા ભારે વેચાણ અંગેની ચિંતા હતી. આ વર્ષે અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ૧૬ બિલિયન ડોલરથી વધુ ભારતીય ઇક્વિટી વેચી છે, જ્યારે ૨૦૨૨માં આ આંકડો ૧૭ બિલિયન ડોલર હતો, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે.

જોકે, હવે બજારમાં થોડી રાહત જોવા મળી રહી છે કારણ કે શેરના ભાવ તુલનાત્મક રીતે સસ્તા થયા છે, અને એવી અપેક્ષા છે કે રિઝર્વ બેંક વ્યાજ દર ઘટાડીને અર્થતંત્રને ટેકો આપશે. ઉપરાંત, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે.

જો કે ભારત યુએસ ટેરિફથી સંપૂર્ણપણે સુરક્ષિત નથી, પરંતુ તેની સીધી અસર અન્ય દેશોની તુલનામાં ઘણી ઓછી છે. ભારતની અમેરિકા પર નિર્ભરતા ઓછી છે, ખાસ કરીને માલની નિકાસમાં. જો ક્રૂડ તેલના ભાવ નીચા રહેશે, તો ભારતીય શેરબજારને પણ તેનો ફાયદો થશે.

ડેટા અનુસાર, ૨૦૨૩માં કુલ યુએસ આયાતમાં ભારતનો હિસ્સો માત્ર ૨.૭% હતો, જ્યારે ચીનનો હિસ્સો ૧૪% અને મેક્સિકોનો હિસ્સો ૧૫% હતો. આ કારણોસર, વૈશ્વિક તણાવ વચ્ચે ભારતને ઓછા જોખમવાળું બજાર માનવામાં આવી રહ્યું છે.

Share This Article