IPO News: અત્યાર સુધીનો સૌથી મોટો IPO 2025માં આવી શકે છે, આ IPO રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ટેલિકોમ કંપની રિલાયન્સ Jio તરફથી આવી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, રિલાયન્સ Jio નો IPO 35,000 કરોડથી 40,000 કરોડ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
જાણકારી અનુસાર, રિલાયન્સ Jio ના IPO માટે કંપનીએ તેનું વેલ્યુએશન 120 બિલિયન ડોલર નક્કી કર્યું છે. જ્યારે રિલાયન્સ Jio નો આ IPO 2025 ના બીજા ભાગમાં આવવાની ધારણા છે. તેમજ રિલાયન્સના શેરધારકો અને નવા રોકાણકારો આ IPOમાં રોકાણ કરી શકશે.
મહત્વનું છે કે રિલાયન્સ Jio નો IPO 2025ના બીજા ભાગમાં આવશે, પરંતુ તેને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રિલાયન્સ Jioના આ IPOમાં, હાલના શેરની સાથે નવા શેરનું વેચાણ થશે અને પસંદગીના રોકાણકારો માટે પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ સામેલ છે. જોકે, આ IPO અંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
રિલાયન્સ Jio ના આ IPOની કિંમત 40 હજાર કરોડ રૂપિયા હશે, આવી સ્થિતિમાં ઓક્ટોબર 2024માં Hyundai Indiaનો 27,870 કરોડ રૂપિયાનો IPO ઘણો પાછળ રહી જશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને કેલેન્ડર વર્ષ 2024માં છેલ્લા 10 વર્ષમાં પ્રથમ વખત નુકસાન થયું છે, કંપનીના શેરમાં 6 ટકાનો ઘટાડો થયો છે અને કંપનીના મૂલ્યાંકનમાં રૂપિયા 1 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરને રિલાયન્સ જિયોના IPOથી ફાયદો થઈ શકે છે.
ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મ જેફરીઝના જણાવ્યા અનુસાર, રિલાયન્સ જિયોનો IPO 2025માં બ્લોકબસ્ટર લિસ્ટિંગ કરી શકે છે. જેફરીઝના ભાસ્કર ચક્રવર્તીના જણાવ્યા અનુસાર, રિલાયન્સ જિયોનો IPO $112 બિલિયનના મૂલ્યમાં લિસ્ટ થઈ શકે છે. આ પાછળનું કારણ આપતાં તેમણે કહ્યું કે Jioએ તાજેતરના ભૂતકાળમાં ટેરિફના ભાવમાં વધારો કર્યો છે, પરંતુ તેમ છતાં કંપની ટેલિકોમ સેક્ટરમાં નંબર વનના સ્થાને છે.
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.