IPOs postponed: શેરબજારમાં સતત અસ્થિરતાને કારણે એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા અને એથર એનર્જીનેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને જેએસડબલ્યુ સિમેન્ટ સહિત ૪૪ કંપનીઓએ તેમની પ્રારંભિક જાહેર ઓફર (આઇપીઓ) લાવવાની યોજનાઓને મોકૂફ રાખી છે. એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા અને એથર એનર્જી આ બંને કંપનીઓ આ મહિનાના અંતમાં IPO લાવવા જઈ રહી હતી.
આઇપીઓ રૂટ દ્વારા સામૂહિક રીતે લગભગ રૂ. ૬૬,૦૦૦ કરોડ એકત્ર કરવા માંગતી આ કંપનીઓને તેમની ઓફરો શરૂ કરવા માટે મૂડી બજાર નિયમનકાર, સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે. કંપનીઓ તેમની લિસ્ટિંગ યોજનાઓ સાથે આગળ વધતા પહેલા સ્થાનિક શેરબજાર સ્થિર થવાની રાહ જોઈ રહી છે.
હોમ એપ્લાયન્સીસ જાયન્ટ એલજીના આઇપીઓનું કદ રૂ. ૧૫,૦૦૦ કરોડ હોવાનો અંદાજ છે અને તે ભારતમાં પાંચમો સૌથી મોટો ઇશ્યૂ હશે. ઈલેક્ટ્રિક સ્કૂટર નિર્માતા કંપની એથર લગભગ રૂ. ૪,૦૦૦ કરોડનો આઇપીઓ લાવવાની છે.
ભારતીય ઇક્વિટી બજારમાં છેલ્લા કેટલાક મહિનામાં તીવ્ર વેચાણ જોવા મળ્યું છે, જેમાં બેન્ચમાર્ક સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમની ટોચ પરથી ૧૪% સુધી ઘટતાં રોકાણકારોની રૂ. ૯૦ લાખ કરોડથી વધુની સંપત્તિનું ધોવાણ થયું છે. સેકન્ડરી માર્કેટમાં સતત અસ્થિરતાએ આઇપીઓ પ્રવૃત્તિઓ પર અસર કરી છે કારણ કે રોકાણકારો વધુ જોખમ લેવાનું ટાળી રહ્યા છે અને બજારની ગતિશીલતા બગડતી જાય છે, તેથી નવી કંપનીઓમાં રોકાણ કરવા માટે નિરસ વલણ ધરાવે છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા મજબૂત ભંડોળનો પ્રવાહ, આર્થિક વૃદ્ધિમાં મંદી, નબળી કોર્પોરેટ કમાણી અને વૈશ્વિક ટેરિફ અનિશ્ચિતતાએ પણ આઇપીઓ માટે ક્રેઝ ઓછો કર્યો છે.
૨૦૨૪માં તેજી પછી, બજારના નબળા સેન્ટીમેન્ટ વચ્ચે કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં આઇપીઓ બજારમાં પ્રવૃત્તિઓ નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના પ્રથમ બે મહિનામાં, ૧૦ મુખ્ય બોર્ડ આઇપીઓ એ સંચિત રીતે રૂ.૧૬,૦૦૦ કરોડ એકત્ર કર્યા, જે ૧૫ કંપનીઓ દ્વારા એકઠા કરાયેલા રૂ.૨૫,૪૦૦ કરોડ કરતા ૩૭% ઓછા હતા.
DRHP ફાઈલીંગની સંખ્યામાં ઘટાડો
૨૦૨૫ના વર્ષમાં કંપનીઓ દ્વારા આઈપીઓ લાવવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ ફાઇલ કરાતા ડ્રાફ્ટ રેડ હીંઅરીંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઈલ કરવાની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો છે. વર્ષના પ્રારંભે ૨૯ કંપનીઓએ આઈપીઓ પેપર ફાઈલ કર્યા હતા. તે ફેબુ્રઆરીમાં ૪૮ ટકા ઘટી ૧૫ આઈપીઓ પેપર ફાીલ થયા હતા. ત્યારબાદ માર્ચમાં બે અને એપ્રિલમાં અત્યાર સુધી બે આઈપીઓ પેપર ફાઇલ થયા છે.
IPO થકી એકત્ર કરાયેલું ભંડોળ
માસ | રકમ |
– | (રૃ. કરોડમાં) |
સપ્ટે.’૨૪ | ૧૧૦૫૮ |
ઓક્ટો.’૨૪ | ૩૮૬૮૯ |
નવે.’૨૪ | ૩૧૧૪૫ |
ડિસે.’૨૪ | ૨૫૪૩૯ |
જાન્યુ.’૨૫ | ૪૮૪૫ |
ફેબુ્ર.’૨૫ | ૧૦૮૭૮ |
માર્ચ’૨૫ | ૦૦ |
૯ એપ્રિલ’૨૫ સુધી | ૦૦ |