Jio launches jio coin : દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ હવે ક્રિપ્ટોકરન્સી માર્કેટ અને બ્લોકચેનમાં એન્ટ્રી કરી છે. વાસ્તવમાં, JioSphere વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓએ હવે એક નવો વિકલ્પ જોવાનું શરૂ કર્યું છે. આ નવો વિકલ્પ JioCoinના નામે બતાવવામાં આવી રહ્યો છે. આ એક ક્રિપ્ટો ટોકન છે. જો કે આ અંગે કંપની દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
રિલાયન્સ જિયોએ ક્રિપ્ટોકરન્સી માર્કેટ અને બ્લોકચેનમાં પ્રવેશવા માટે પોલીગોન લેબ્સ સાથે ભાગીદારી કરી છે. તેનો હેતુ Jioની ડિજિટલ ઓફરને વધુ મજબૂત કરવાનો છ.
Jio Coin એક પ્રકારનું ટોકન છે, જે પોલીગોન બ્લોકચેન પર કામ કરે છે. આ ટોકન અથવા Jio સિક્કાનો ઉપયોગ કરીને, વપરાશકર્તાઓ Jioની સેવાઓને ઍક્સેસ કરી શકે છે. આ સાથે, વપરાશકર્તાઓ મોબાઇલ રિચાર્જ, રિલાયન્સ સ્ટોર્સ, JioMart અને રિલાયન્સ ગેસ સ્ટેશન પર ખરીદી પર લાભ મેળવી શકે છે.
Jio Coin ની કિંમત વિશે વાત કરીએ તો કંપની દ્વારા હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર, આ સિક્કાની સંભવિત કિંમત 43.30 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. આ સિક્કાની કિંમત સમય સાથે વધી શકે છે.
Jioના FAQ મુજબ, Jio સિક્કા એ બ્લોકચેન-આધારિત રિવોર્ડ ટોકન્સ છે જે વપરાશકર્તાઓ તેમના ભારતીય મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને Jio પ્લેટફોર્મ લિમિટેડ (JPL) દ્વારા સેટ કરેલી વિવિધ મોબાઈલ અથવા ઈન્ટરનેટ-આધારિત એપ્સ સાથે જોડાઈને કમાઈ શકે છે.