Jio partners with Elon Musk’s SpaceX: ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટીને મજબૂત કરવા Jio એ ઈલોન મસ્કની કંપની SpaceX સાથે પાર્ટનરશિપ કરવાનું એલાન કર્યું છે. અગાઉ એક દિવસ પહેલા Airtel એ સ્ટારલિંક સાથે આ અંગે કરાર કરીને સૌને ચોંકાવી દીધા હતા.
ગ્રાહકોને થશે મોટો ફાયદો
Jio અને સ્પેસએક્સ વચ્ચે કરાથી Jio તેના ગ્રાહકોને સ્ટારલિંકની સેટેલાઈટ આધારિત બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડશે. જોકે આ સેવાની શરૂઆત ભારત સરકારની નિયામક મંજૂરી પર નિર્ભર રહેશે. જો મંજૂરી મળી જશે તો ભારતના છેવાડાના વિસ્તારો સુધી પણ હાઈ સ્પીડ, લો લેન્ટેસી ઈન્ટરનેટ પહોંચાડવામાં ખાસ્સી એવી મદદ મળી જશે.
ઈન્ટરનેટ સેવાનો વધશે વ્યાપ
Jio અને SpaceX વચ્ચેની આ ભાગીદારી હેઠળ Jio તેના રિટેલ સ્ટોર્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા સ્ટારલિંકની સેવાઓ પ્રદાન કરશે. આ સાથે ભારતમાં વધુને વધુ લોકોને સેટેલાઇટ બ્રોડબેન્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જિયો અને સ્ટારલિંક વચ્ચેના કરારનો ઉદ્દેશ્ય એવા વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડવાનો છે જ્યાં અત્યાર સુધી બ્રોડબેન્ડની પહોંચ મર્યાદિત હતી, જેમ કે ગામડાઓ, શાળાઓ, આરોગ્યસંભાળ કેન્દ્રો અને રિમોટ બિઝનેસ હબ.
JioFiber ને મજબૂત બનાવશે
Jio માત્ર સ્ટારલિંક હાર્ડવેરનું વેચાણ નહીં કરે પરંતુ ઇન્સ્ટોલેશન અને એક્ટિવેશન સપોર્ટ પણ આપશે, જેથી ગ્રાહકો કોઈપણ મુશ્કેલી વિના કનેક્ટિવિટી મેળવી શકે. આ ભાગીદારીનું બીજું મહત્વનું પાસું એ છે કે સ્ટારલિંકની સેટેલાઇટ કનેક્ટિવિટી Jioની હાલની બ્રોડબેન્ડ સેવાઓ જેવી કે JioAirFiber અને JioFiberને વધુ મજબૂત બનાવશે. આનાથી એવા વિસ્તારોમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડવામાં આવશે જ્યાં પરંપરાગત ફાઈબર નેટવર્ક નાખવું મુશ્કેલ છે.