Life Insurance Premiums: જીવન વીમા ક્ષેત્રમાં નવા બિઝનેસ પ્રીમિયમમાં 5% વૃદ્ધિ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Life Insurance Premiums: નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં નિયમનકારી ફેરબદલો વચ્ચે દેશની જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક વાર્ષિક  ધોરણે ૫.૧૩ ટકા વધી રૂપિયા ૩.૯૭ ટ્રિલિયન રહી છે. નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક બે ટકા વધી રૂપિયા ૩.૭૭ ટ્રિલિયન રહી હતી એમ લાઈફ ઈન્સ્યૂરન્સ કાઉન્સિલના ડેટા જણાવે છે.

લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)ની નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક વિતેલા નાણાં વર્ષમાં વાર્ષિક ધોરણે ૧.૮૬ ટકા વધી રૂપિયા ૨.૨૭ ટ્રિલિયન રહી હતી. જો કે ખાનગી ક્ષેત્રની જીવન વીમા કંપનીઓની નવા બિઝનેસ પ્રીમિયમ આવક ૯.૮૦  ટકા વધી રૂપિયા ૧.૭૧ ટ્રિલિયન રહી છે.

ધ ઈન્સ્યૂરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સરેન્ડર વેલ્યુ ધોરણોમાં સુધારો કરી તેને ૧લી ઓકટોબર, ૨૦૨૪થી અમલી બનાવ્યા છે. નવા ધોરણ પ્રમાણે, કોઈ પોલીસિધારકે જો એક વર્ષ માટે સંપૂર્ણ વર્ષનું પ્રીમિયમ ચૂકવી દીધુ હોય તો તેવા કિસ્સામાં પોલીસિનું પ્રથમ વર્ષ સમાપ્ત થવા પર જીવન વીમા કંપનીઓએ   પોલીસિધારકોને ઊંચી સ્પેશ્યલ સરેન્ડર વેલ્યુ ચૂકવવાની રહે છે. આ અગાઉ  પ્રથમ વર્ષના અંતે પોલીસિધારકે તેમની પોલીસિ સુપરત કરી હોય તો તેવા કિસ્સામાં વીમા કંપનીઓએ ગ્રાહકોને ચૂકવણી કરવી પડતી નહોતી.

- Advertisement -
Share This Article