વર્ષ 2024માં ઓટો સેક્ટરને ભલે થોડી નિરાશાનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ લક્ઝરી કારના વેચાણે નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતમાં લક્ઝરી કારનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે.
કાર ખરીદતી વખતે લોકો માત્ર તેમની જરૂરિયાતો પર જ નહીં પરંતુ તેમના શોખ પર પણ ધ્યાન આપતા હોય છે. આ જ કારણ છે કે દેશમાં લક્ઝરી કારનું વેચાણ વધી રહ્યું છે.
કાર ઉત્પાદક કંપનીઓ 2025માં લક્ઝરી કાર સેગમેન્ટમાં બે ડઝનથી વધુ નવા મોડલ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, જેના કારણે લક્ઝરી કારના વેચાણમાં વધારો થવાની શક્યતા છે.
ભારતમાં લક્ઝરી કારના વેચાણમાં જોરદાર વધારો જોવા મળ્યો છે, જેમાં 2024માં રૂ. 50 લાખથી વધુની કિંમતની 6થી વધુ કારનું દર કલાકે વેચાણ થયું છે. જે 5 વર્ષ પહેલા પ્રતિ કલાકે વેચાતી માત્ર બે કારની સરખામણીમાં મોટો વધારો દર્શાવે છે.
હાલમાં, ભારતમાં લક્ઝરી કારનો બજાર હિસ્સો માત્ર 1 ટકા છે, જે મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં સૌથી ઓછો છે. જો કે, ભારત વિશ્વમાં સૌથી વધુ અબજોપતિઓની સંખ્યા ધરાવતા દેશોમાંનો એક છે.