Mamata Machinery IPO: બ્લોકબસ્ટર લિસ્ટિંગ સાથે દમદાર રિટર્ન!

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Mamata Machinery IPO Listing: ડિસેમ્બર મહિનામાં બેક ટુ બેક ઘણા IPO સાથે આવ્યા છે. જેમાં ગયા અઠવાડિયે એક સાથે 5 મોટા IPOએ ધૂમ મચાવી દીધી હતી. રોકાણકારો પણ મુંજવણમાં મુકાઈ ગયા હતા કે કયા IPOમાં પૈસા લગાવવા અને કયામાં નહીં. જેમાં મમતા મશિનરીથી લઈને ટ્રાન્સરેલ,ડેમ કેપિટલ અને સનાથન ટેક્સટાઈલના IPOનું આજે લિસ્ટિંગ થયું છે. ત્યારે કયા IPOમાં રોકાણકારોને બમણો નફો થયો ચાલો જાણીએ.

પેકેજિંગ મશીનરી મેન્યુફેક્ચરિંગ કંપની મમતા મશીનરી લિમિટેડના શેરે આજે શેરબજારમાં જોરદાર એન્ટ્રી કરી છે. કંપનીના શેર BSE પર રૂ. 600ના ભાવે લિસ્ટ થયા હતા, જ્યારે IPOની કિંમત રૂ. 243 હતી. આ સંદર્ભમાં, મમતા મશીનરીના શેરે લિસ્ટિંગ પર શેર દીઠ 147 ટકા અથવા રૂ. 357નું વળતર આપ્યું છે. IPOને રોકાણકારો તરફથી ખૂબ જ જોરદાર પ્રતિસાદ મળ્યો હતો, જ્યારે ગ્રે માર્કેટમાં પણ તેનો ભારે ક્રેઝ હતો. નિષ્ણાતો અને બ્રોકરેજ હાઉસ પણ તેના આઉટલૂક અંગે સકારાત્મક રહ્યા છે. પ્રશ્ન એ છે કે શું નફો લિસ્ટિંગ પછી બુક કરવો જોઈએ.

- Advertisement -

ટ્રાન્સરેલ લાઇટિંગ IPOમાં શેરની પ્રાઇસ બેન્ડ ₹410 થી ₹432 પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. છૂટક રોકાણકારો માટે અરજી કરવાની લઘુત્તમ લોટ સાઈઝ 34 શેર હતી. ત્યારે આ શેર 36.57 % પર ખુલ્યો હતો જેના એક શેર પર રોકાણકારોને 140 રુપિયા સુધીનો ફાયદો થયો છે.

DAM કેપિટલ એડવાઇઝર્સે શેરબજારમાં સ્વસ્થ શરૂઆત કરી હતી, જેમાં શેર રૂ. 393 પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા હતા, જે NSE પર શેર દીઠ ₹283ના ઇશ્યૂ ભાવથી 38.87% પ્રીમિયમ હતું. બીએસઈ પર, શેરે શેર દીઠ રૂ. 392.90 પર ડેબ્યૂ કર્યું હતું, જે તેની ઈશ્યુ કિંમત કરતાં 38.83% પ્રીમિયમ હતું. ત્યારે સમાચાર લખતા સુધીમાં 53.39% અપ થયો છે. ત્યારે રોકાણકારોને એક શેર પર રુ 150નો સીધો ફાયદો થઈ રહ્યો છે.

- Advertisement -

સનાથન ટેક્સટાઇલ લિમિટેડના શેર્સ શેર દીઠ ₹422ના દરે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયો છે, જે શુક્રવાર, ડિસેમ્બર 27ના રોજ તેના ₹319ના IPOની કિંમતની સરખામણીમાં 31% પ્રીમિયમ છે. આ શેર હાલ 28% અપ ચાલી રહ્યો છે. જેના પર પણ રોકાણકારોને 90 રુપિયાન ફાયદો થઈ રહ્યો છે.

Concord Enviro શેરની કિંમતે શુક્રવાર 27 ડિસેમ્બર, 2024 ના રોજ ભારતીય સ્ટોક એક્સચેન્જો પર 832 રૂપિયાના દરે લિસ્ટિંગ સાથે સારી શરૂઆત કરી હતી, જે BSE પર 18.68 ટકાના પ્રીમિયમને લિસ્ટ થયો છે જેની ઇશ્યૂ કિંમત રૂ. 701 હતી જે હાલ લિસ્ટિંગ સાથે 832 પર ચાલી રહી છે. જેમા પણ રોકાણકારોને પર શેર એ 120 રુપિયાનો નફો થયો છે.

- Advertisement -
Share This Article