Jio AI : AI સેક્ટરમાં ક્રાંતિ લાવશે મુકેશ અંબાણીની Jio, બનાવ્યો માસ્ટર પ્લાન.

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Jio AI : મુકેશ અંબાણીની કંપની Jio એ ડેટાની કિંમતમાં ઘટાડો કરીને ટેલિકોમ સેક્ટરમાં હલચલ મચાવી દીધી હતી. તેવી જ રીતે કંપની AIમાં પણ ધમાલ મચાવવાની તૈયારી કરી રહી છે.

Reliance Jio ટેક કંપની Nvidia સાથે ભાગીદારીમાં એક નવું AI મોડ્યુલ બનાવવાની યોજના બનાવી રહી છે. જેથી યુઝર્સને સસ્તું અને વ્યક્તિગત AI સેવા અને AI એજન્ટ એપ્લિકેશન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય.

- Advertisement -

ઈન્ફ્રાસ્ટ્રક્ચર મામલે RIL તેના હાઈ-એન્ડ બ્લેકવેલ GPUsને સુરક્ષિત કરવા Nvidia સાથે ભાગીદારી કર્યા પછી ઈન્ડિયા AI મિશનમાં ભાગ લઈ રહી છે. મીડિયા અહેવાલ મુજબ, Jioનો ઉદ્દેશ્ય સ્ટાર્ટઅપ્સ અને રીસર્ચ કરનારા લોકો માટે વિશ્વમાં સૌથી વધુ સ્પર્ધાત્મક કિંમતે GPU-A-A સર્વિસ આપવાનો છે.

અહેવાલો અનુસાર, Jio એ લોકોને તેમની જરૂરિયાતો અને પસંદગી અનુસાર AI સુવિધાઓ આપવાનું આયોજન કર્યું છે. તેથી કંપની સસ્તા AI માટે જરૂરી વસ્તુઓ પર કામ કરી રહી છે, જેમ કે ઉપકરણો, ડેટા અને હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ.

- Advertisement -

રિટેલ, હેલ્થકેર, એગ્રીકલ્ચર અને એજ્યુકેશન સેક્ટરમાં AIના ઉપયોગના કેસ વિકસાવવા માટે Jio પ્લેટફોર્મ્સ Nvidia સાથે કામ કરી રહ્યું છે.

કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે, Jioએ જે રીતે દરેકને ડેટા વપરાશની સુવિધા આપી છે. અમે AI સાથે બરાબર એ જ કરવા માંગીએ છીએ.

- Advertisement -
Share This Article