NRI deposits rise: NRI થાપણોમાં ધમાકેદાર 23% ઉછાળો, રકમ પહોંચી 14.55 અબજ ડોલરે

Arati Parmar
By Arati Parmar 1 Min Read

NRI deposits rise: એપ્રિલ ૨૦૨૪ અને ફેબ્રુઆરી ૨૦૨૫ વચ્ચે બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) દ્વારા જમા રકમ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં ૨૩.૩ ટકા વધીને ૧૪.૫૫ અબજ ડોલર થઈ છે. રિઝર્વ બેંક અનુસાર, ગયા વર્ષના સમાન સમયગાળામાં એનઆરઆઈ થાપણોની રકમ ૧૧.૮ બિલિયન ડોલર હતી.

ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં કુલ એનઆરઆઈ  થાપણો હવે ૧૬૦.૩૩ બિલિયન ડોલર છે. જાન્યુઆરી ૨૦૨૫માં કુલ એનઆરઆઈ  થાપણોમાં ક્રમિક ધોરણે ઘટીને ૧૬૧.૨૧ બિલિયન ડોલર રહી હતી.

- Advertisement -

એનઆરઆઈ થાપણ યોજનાઓમાં ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ (FCNR) ડિપોઝિટ, નોન રેસિડેન્ટ એક્સટર્નલ (NRE) ડિપોઝિટ અને નોન રેસિડેન્ટ ઑર્ડિનરી (NRO) ડિપોઝિટનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૨૪ અને ફેબ્રુઆરી ૨૦૨૫ની વચ્ચે, સૌથી વધુ પ્રવાહ FCNR (બેંક) અથવા FCNR (B) થાપણોમાં રહ્યો છે.

આરબીઆઈના ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન લગભગ ૬.૭૫ બિલિયન ડોલર આ ખાતાઓમાં આવ્યા છે, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ૫.૫૩ બિલિયન ડોલર જમા થયા હતા. ફેબ્રુઆરી ૨૦૨૫ના અંત સુધીમાં FCNR (B) ખાતાઓમાં કુલ થાપણો ૩૨.૪૯ બિલિયન ડોલર હતી.

આ સમયગાળા દરમિયાન એનઆરઈ થાપણો ૪.૦૧ બિલિયન ડોલર હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં ૨.૬૩ બિલિયન ડોલર હતી. ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં એનઆરઈ થાપણો ૯૭.૯૩ બિલિયન ડોલર હતી. એપ્રિલ ૨૦૨૪ અને ફેબ્રુઆરી ૨૦૨૫ની વચ્ચે, એનઆરઓ થાપણો ૩.૭૯ બિલિયન ડોલર છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૩.૬૩ બિલિયન ડોલર હતી.

Share This Article