નવી દિલ્હી, ૧૩ જાન્યુઆરી: છેલ્લા ચાર દિવસથી શેરબજારમાં ભારે વેચવાલી વચ્ચે રોકાણકારોને ૨૪.૬૯ લાખ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું છે.
સોમવારે BSE બેન્ચમાર્ક સેન્સેક્સ સતત ચોથા ટ્રેડિંગ સત્રમાં 1,048.90 પોઈન્ટ અથવા 1.36 ટકાના મોટા ઘટાડા સાથે બંધ થયો.
આ સાથે, ચાર ટ્રેડિંગ સત્રોમાં સેન્સેક્સ કુલ 1,869.1 પોઈન્ટ એટલે કે 2.39 ટકા ઘટ્યો છે.
આમ, BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ બજાર મૂડીકરણ રૂ. 24,69,243.3 કરોડ ઘટીને રૂ. 4,17,05,906.74 કરોડ ($4.82 ટ્રિલિયન) થયું.
સોમવારે જ રોકાણકારોની મૂડીમાં ૧૨.૬૧ લાખ કરોડ રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો.
બજારમાં ચાલી રહેલી વેચવાલી વચ્ચે, BSE મિડકેપ ઇન્ડેક્સ 4.17 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 4.14 ટકા ઘટ્યો.