Online retail buyers in India: ભારતમાં 28 કરોડથી વધુ ઓનલાઈન ખરીદદારો, અમેરિકાને પાછળ છોડી દીધું

Arati Parmar
By Arati Parmar 1 Min Read

Online retail buyers in India: ઓનલાઈન ખરીદદારોના દ્રષ્ટિકોણથી અંદાજે ૨૮ કરોડ ઓનલાઈન ખરીદદારો સાથે ભારતે અમેરિકાને પાછળ મૂકીને ચીન બાદ બીજા મોટા દેશ તરીકેની સિદ્ધિ હાંસલ કરી છે.

ચીનમાં ઓનલાઈન ખરીદદારોની સંખ્યા ૯૨ કરોડ છે જ્યારે અમેરિકામાં ૨૭ કરોડ છે. જો કે લોકસંખ્યાની ટકાવારીની દ્રષ્ટિએ અમેરિકા અગ્ર ક્રમે હોવાનો  એક રિપોર્ટમાં અંદાજ  મુકાયો છે.

૨૦૧૯થી ૨૦૨૪ના સમયગાળા દરમિયાન વાર્ષિક વીસ ટકાની ચક્રવૃદ્ધિ સાથે ભારતની ઈ-રિટેલ માર્કેટ ૨૦૨૪માં ૬૦ અબજ ડોલર પહોંચી ગઈ હતી અને ૨૦૩૦ સુધીમાં ૧૭૫થી ૧૯૦ અબજ ડોલર પહોંચી જવાની ધારણાં મૂકવામાં આવી છે.

પ્રદેશ પ્રમાણે જોવા જઈએ તો ભારતમાં કેરળ, તામિલનાડૂ, દિલ્હી, ગુજરાત, ચંડીગઢ તથા કર્ણાટક  જેવા રાજ્યો  જ્યાં માથાદીઠ જીડીપીનો આંક ૩૫૦૦ ડોલરથી વધુ છે ત્યાં ઈ-રિટેલનું વિસ્તરણ ઘણું ઊંચુ છે. એટલે કે એકંદર રિટેલ બજારની સરખામણીએ ટકાવારીની દ્રષ્ટિએ ઓનલાઈન રિટેલનો હિસ્સો ઊંચોે છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

Share This Article