42 રૂપિયાનો શેર 21 રૂપિયાના ભાવે ખરીદવાનો મોકો, જાહેરાત થતા બેંકિંગ શેરમાં ખરીદવા લાઈન લાગી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

નવી દિલ્હીઃ ધનલક્ષ્મી બેંકે ગુરુવારે બજાર બંધ થયા બાદ જાણકારી આપી છે કે, બેંકના બોર્ડે 297.54 કરોડ રૂપિયા સુધીના રાઈટ્સ ઈશ્યૂને મંજૂરી આપી દીધી છે. બેંકે રાઈટ્સ ઈશ્યૂ માટે 21 રૂપિયા પ્રતિ શેરની કિંમત નક્કી કરી છે. રાઈટ્સ ઈશ્યૂ 8 જાન્યુઆરી 2025ના રોજ ખુલશે અને 28 જાન્યુઆરી 2025ના રોજ બંધ થશે. બેંકે એક્સચેન્જ ફાઈલિંગમાં તેની જાણકારી આપી છે. ગુરુવારના રોજ ધનલક્ષ્મી બેંકના શેર 0.47 ટકાના ઘટાડા સાથે 40.35 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા. આજે શુક્રવારે તેના શેર 4.66 ટકાની તેજીની સાથે 42.23 રૂપિયાના ભાવ ટ્રેડ થઈ રહ્યા છે. ગત એક વર્ષમાં કંપનીના શેરમાં 29.33 ટકા તેજી જોવા મળી છે.

કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું કે, આ રાઈટ્સ ઈશ્યૂનો ઉદ્દેશ બેંકના કેપિટલ બેસને મજબૂત કરવાનો છે અને તે નાણાકીય સ્ટેબિલિટી વધારવા અને ગ્રોથ ઈનિશિએટિવને સપોર્ટ આપવા માટે સ્ટ્રેટેજીનો હિસ્સો છે.

- Advertisement -

શું હોય છે રાઈટ્સ ઈશ્યૂ?

રાઈટ્સ ઈશ્યૂ બજારમાંથી ફંડ એકત્રિત કરવાની એક રીત હોય છે. જ્યાં કંપનીઓ તેમના વર્તમાન શેરધારકોને કંપનીમાં શેર ખરીદવાની ઓફર આપે છે. ઓફરને આકર્ષક બનાવવા માટે નવા શેર ડિસ્કાઉન્ટ પર ઓફર કરવામાં આવે છે.

- Advertisement -

ઓફર હેઠળ શેરધારકોને ડિસ્કાઉન્ટ પર શેર ખરીદવાના રાઈટ્સ મળે છે. તેનાથી કંપની નવા શેરધારકો વગર બજારમાંથી રકમ એકત્રિત કરે છે. કારણ કે, શેરધારકોને વર્તમાન હિસ્સેદારી અનુસાર જ નવા શેર આપવામાં આવે છે. તેનાથી શેરધારકોને કંપનીમાં હિસ્સેદારીનો રેશિયો પણ પહેલી જેટલો રહે છે.

Share This Article