PF Balance Check Online : જો તમે સરકારી અથવા ખાનગી કર્મચારી છો તો તમારો પગારમાં PF જરુર કપાતો હશે. આ EPF અથવા એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક સુરક્ષા યોજના છે, જે સંગઠિત કંપનીઓના કર્મચારીઓને નિવૃત્તિ સમયે લાભ પ્રદાન કરે છે. સારી વાત એ છે કે EPF ખાતામાં જમા રકમ પર વ્યાજ પણ મળે છે. પણ જો તમારે તમારા PF એકાઉન્ટનું બેલેન્સ ચેક કરવું હોય તો શું કરવું?
તમે જેટલા સમયથી જોબ કરી રહ્યા હોવ પણ તમારા PF એકાઉન્ટ બેલેન્સ કેટલુ છે તે જરુરથી જાણવું જોઈએ ત્યારે અમે તમને ઘરે બેઠા ઓનલાઈન સરળતાથી PFનું બેલેન્સ જાણવાની 2 રીત જણાવી રહ્યા છીએ.
UANનો ઉપયોગ કરીને : સૌથી પહેલા EPFO વેબસાઇટ https://www.epfindia.gov.in/ પર જાવ. અહીં તમને “For Employees” પર ક્લિક કરો જે બાદ “Services”ના ઓપ્શન પર ક્લિક કરો અને ત્યારબાદ ફરી એક ઓપ્શન મળશે “Know your EPF Account Balance” હવે તેના પર ક્લિક કરો.
અહી તમારે તમારો UAN નંબર અને પાસવર્ડ લખવો પડશે. જે બાદ “સાઇન ઇન” પર ક્લિક કરો. હવે “પાસબુક” ટેબ પર ક્લિક કરો. અને તમારું PF એકાઉન્ટ પસંદ કરો. બસ આટલુ કરતા તમારું EPF બેલેન્સ સ્ક્રીન પર દેખાશે.
UAN વગર : જો UAN નંબર વગર તમે જાણવા માંગો છો તો સૌથી પહેલા UMANG એપ ડાઉનલોડ કરો. એપ્લિકેશનમાં “EPFO” સેવા પસંદ કરો. હવે “EPF બેલેન્સ” વિકલ્પ પર ક્લિક કરો.
અહીં તમારે તમારો આધાર નંબર અથવા મોબાઇલ નંબર દાખલ કરવાનો રહેશે. જે બાદ OTP દાખલ કરો. બસ આટલુ કરતા તમારું EPF બેલેન્સ સ્ક્રીન પર દેખાવા લાગશે.
આ સિવાય કેટલીક અન્ય રીતે પણ EPF એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકો છો. એક છે મિસ્ડ કોલ આપીને. હવે તમારુ PF બેલેન્સ જાણવા 9966044425 પર મિસ્ડ કોલ આપો. તે મિસ્ડ કોલ આપતા તમને એક મેસેજ આવશે જેમાં તમારા PFના બેલેન્સને લઈને માહિતી મળી જશે.
આ સિવાય SMS પણ કરી શકો છો તેના માટે EPFOHO UAN ને 7738299899 પર SMS કરો. તમને જણાવી દઈએ કે, UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) એ 12 અંકનો નંબર છે જે દરેક EPF ખાતાધારકને ફાળવવામાં આવે છે. જો તમે તમારું UAN ભૂલી ગયા છો, તો તમે તેને EPFO વેબસાઇટ પર મેળવી શકો છો. તમે તમારી EPF પાસબુક EPFO વેબસાઇટ અથવા UMANG એપ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો.