PSU companies paid record dividends: PSU કંપનીઓનો દમદાર રિટર્ન, 2025માં રૂ.74,000 કરોડનું ઐતિહાસિક ડિવિડન્ડ

Arati Parmar
By Arati Parmar 1 Min Read

PSU companies paid record dividends: નાણાંકીય વર્ષ ૨૦૨૫માં જાહેર ક્ષેત્રની કંપનીઓ (પીએસયુ)એ શાનદાર પ્રદર્શન કર્યું છે અને રોકાણકારોને રેકોર્ડબ્રેક ડિવિડન્ડ આપ્યું છે. નાણા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ડિસઇન્વેસ્ટમેન્ટએ (દીપમ) જણાવ્યું હતું કે આ વર્ષે પીએસયુએ કુલ રૂ. ૧.૫ લાખ કરોડનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ સરકારી સાહસો દ્વારા આપવામાં આવેલ અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ પે-આઉટ છે.

કોલ ઈન્ડિયા, ઓએનજીસી, બીપીસીએલ જેવી મોટી પીએસયુ કંપનીઓએ આ વર્ષે ડિવિડન્ડમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે.

- Advertisement -

ઉપરોક્ત કુલ ડિવિડન્ડમાંથી, કેન્દ્ર સરકારને રૂ. ૭૪,૦૧૭ કરોડનું ડિવિડન્ડ મળ્યું છે, જે ગત વર્ષ કરતા ૧૬% વધુ છે તેમ દીપમ સચિવે ઉમેર્યું હતુ. આ ઐતિહાસિક ડિવિડન્ડ ચૂકવણી સરકારને રાજકોષીય ખાધ ઘટાડવા અને મૂડીખર્ચ વધારવામાં મદદ કરશે.

આ સાથે સરકારી એકમોએ નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે નિર્ધારિત મૂડી ખર્ચ એટલેકે કેપેક્સ લક્ષ્યાંક પણ પ્રાપ્ત કર્યો છે અને આગામી વર્ષ એટલે કે ૨૦૨૬ના નાણાં વર્ષ માટે કેપેક્સ લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

કોલ ઈન્ડિયા, ઓએનજીસી, બીપીસીએલ જેવી મોટી પીએસયુ કંપનીઓએ આ વર્ષે ડિવિડન્ડમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે.

Share This Article