RBI Orders: RBIનો 100 અને 200 રૂપિયાની નોટો અંગે મોટો નિર્ણય, બેંકોમાં ચકચાર

Arati Parmar
By Arati Parmar 2 Min Read

RBI Orders: દેશના બેંકિંગ નિયમનકાર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 100 અને 200 રૂપિયાની નોટો અંગે એક મોટો આદેશ જાહેર કર્યો છે. જેના કારણે દેશની તમામ બેંકોમાં ગભરાટનો માહોલ છે. બંને નોટો અંગે RBI દ્વારા જાહેર કરાયેલા નિર્દેશોને શક્ય તેટલી વહેલી તકે અમલમાં મૂકવા કહેવામાં આવ્યું છે.

આ માટે, RBI એ બધી બેંકોને એક પરિપત્ર પણ જાહેર કર્યો છે. ચાલો તમને એ પણ જણાવીએ કે RBI દ્વારા 100 અને 200 રૂપિયાની નોટો અંગે કેવા પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

બેંકોને RBI ના નિર્દેશ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે બેંકોને એ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે એટીએમમાંથી પણ 100 અને 200 રૂપિયાની નોટો નીકળી શકે. કેન્દ્રીય બેંકે કહ્યું કે જનતા માટે આ નોટોની ઉપલબ્ધતા વધારવા માટે આમ કરવું જરૂરી છે. બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરો (WLAOs) એ આ નિર્દેશનો તબક્કાવાર અમલ કરવો પડશે. નોન-બેંકિંગ એન્ટિટી દ્વારા સંચાલિત એટીએમને ‘વ્હાઇટ લેબલ એટીએમ’ (WLA) કહેવામાં આવે છે. આ સૂચનાઓ બાદ દેશની તમામ બેંકોમાં હડકંપ મચી ગયો છે. હવે બધી બેંકોએ ATMમાં 100 અને 200 રૂપિયાની નોટો અંગે વધુ મહેનત કરવી પડશે.

RBI એ પરિપત્ર જાહેર કર્યો

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક પરિપત્રમાં જણાવ્યું છે કે વારંવાર ઉપયોગમાં લેવાતી મૂલ્યવર્ગની નોટો સુધી જનતાની પહોંચ વધારવા માટે, એવું નક્કી કરવામાં આવ્યું છે કે બધી બેંકો અને વ્હાઇટ લેબલ ATM ઓપરેટરો (WLAO) એ ખાતરી કરશે કે તેમના ATM માંથી નિયમિત ધોરણે 100 અને 200 રૂપિયાની નોટો પણ વહેચવામાં આવે.

પરિપત્ર મુજબ, 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં, 75 ટકા એટીએમ (ઓટોમેટેડ ટેલર મશીનો) માં ઓછામાં ઓછી એક કેસેટ હોવી જોઈએ જેમાં 100 રૂપિયા અથવા 200 રૂપિયાની બેંક નોટો વિતરણ કરવામાં આવે. આ પછી, 31 માર્ચ, 2026 સુધીમાં, 90 ટકા એટીએમ ઓછામાં ઓછી એક કેસેટમાંથી 100 રૂપિયા અથવા 200 રૂપિયાની બેંક નોટો વિતરિત કરશે.

TAGGED:
Share This Article