Real Estate Mistakes : ઘણા લોકો ગુજરાતમાં ઘર ખરીદવાનું સ્વપ્ન જુએ છે. પરંતુ ઘર ખરીદતી વખતે કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જો આ માહિતી તમારી પાસે નથી તો આમાં તમારું જ નુકસાન થાય છે.
જો તમે પણ ગુજરાતમાં ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો, કેટલીક હુલ તમને મોંઘી પડી શકે છે. આવા પ્રોજેક્ટમાં ક્યારેય ઘર ન ખરીદો જ્યાં તમામ ફ્લેટની સાઈઝ અલગ-અલગ હોય.
હવે આવું એટલા માટે કારણે કે નુકસાન તો આમાં છેલ્લે તમને જ થશે. સામાન્ય રીતે શું થાય છે કે, એક જ પ્રોજેક્ટમાં, 1BHK, 3BHK, 2BHK અથવા 4BHK મકાનો બાંધવામાં આવે છે.
એક જ એપાર્ટમેન્ટમાં જેઓ 1BHKમાં રહેવા આવે છે અને જેઓ 4BHKમાં રહેવા આવે છે તેમની આર્થિક સ્થિતિ અલગ હોય છે.
હવે આમાં એવું થાય છે કે જે વ્યક્તિ 1BHK ઘર ખરીદે છે તે રહેવા માટે ખરીદે છે અને તેનો ખર્ચ ઓછો રાખે છે.
પરંતુ જેઓ થ્રી અને ફોર બીએચકે મકાનો ખરીદે છે તેઓ રહેવા માટે પણ ખરીદે છે પરંતુ વૈભવી જીવનશૈલી અને સારી સુવિધાઓ અને સર્વિસની અપેક્ષા રાખે છે.
હવે વાત મેન્ટેનસન પર આવે છે અને બંને વચ્ચે બોલાચાલી થાય છે.
આ બાદ સમસ્યા ઉભી થાય છે. તેથી તમારે તે જ ફ્લેટમાં અથવા તે જ પ્રોજેક્ટમાં ઘર ખરીદવું જોઈએ જ્યાં તમારું આર્થિક સ્તર અન્ય સાથે મેળ ખાતું હોય.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રોપર્ટી ખરીદવા અંગે નિષ્ણાતોની સલાહ લીધા બાદ નિર્ણય લેવો.