EPFO: કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર, UAN એક્ટિવેશન, આધાર-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની ડેડલાઇન વધી

Arati Parmar
By Arati Parmar 3 Min Read

UAN Activation-Aadhaar Linking Deadline: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ કર્મચારીઓ માટે તેમના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ને એક્ટિવ કરવા અને આધાર કાર્ડને તેમના બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરવાની અંતિમ તારીખમાં વધારો કરાયો છે. નવી સમયમર્યાદા હવે 15 જાન્યુઆરી, 2024 છે, જે કર્મચારીઓને એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ (ELI) યોજના હેઠળ લાભોનો દાવો કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વધુ સમય આપશે.

છેલ્લી સમયમર્યાદા

- Advertisement -

શરૂઆતમાં અંતિમ તારીખ 30 નવેમ્બર, 2024 નક્કી કરવામાં આવી હતી, જે વધારીને 15 ડિસેમ્બર, 2024 કરવામાં આવી હતી. કર્મચારીઓ પાસે આ આવશ્યકતાઓનું પાલન કરવા માટે વધુ એક મહિનાનો સમય છે. ડાયરેક્ટ બેનિફિટ્સ ટ્રાન્સફર (DBT) દ્વારા સંચાલિત એમ્પ્લોયી લિન્ક્ડ ઇન્સેન્ટિવ (ELI) સ્કીમ હેઠળ નાણાકીય લાભો મેળવવા માટે UAN એક્ટિવેશન અને આધાર-બેન્ક એકાઉન્ટ લિંકિંગ ફરજિયાત છે.

જૂલાઈમાં કેન્દ્રીય બજેટ 2024 દરમિયાન નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા જાહેર કરાયેલ ELI યોજનાનો હેતુ કર્મચારીઓને નાણાકીય સહાય પૂરી પાડવા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવાનો છે. તેમાં ત્રણ પેટા યોજનાઓનો સમાવેશ થાય છે, સ્કીમ A એ પ્રથમ વખત કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)માં જોડાનારા કર્મચારીઓને લાભ આપે છે. સ્કીમ B ઉત્પાદન ક્ષેત્રોમાં રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સ્કીમ C નોકરીદાતાઓને સહાય પૂરી પાડે છે.

- Advertisement -

EPFOના પરિપત્રમાં શું છે?

20 ડિસેમ્બર, 2024 ના રોજ જાહેર કરાયેલા એક પરિપત્રમાં EPFOએ જણાવ્યું હતું કે કર્મચારીઓના બેન્ક ખાતામાં UAN એક્ટિવેશન અને આધાર સીડિંગની સમયમર્યાદા 15 ડિસેમ્બર, 2024 થી વધારીને 15 જાન્યુઆરી, 2024 કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે DBT માટે આધાર લિંકિંગ જરૂરી છે. તેણે એમ્પ્લોયરોને વિનંતી કરી કે તે સુનિશ્ચિત કરે કે તમામ નવા કર્મચારીઓ, ખાસ કરીને જેઓ વર્તમાન નાણાકીય વર્ષમાં જોડાયા છે તેઓ સમયસર UAN એક્ટિવેશન અને આધાર સીડિંગ પૂર્ણ કરે છે.

- Advertisement -

UAN ને આધાર કાર્ડ સાથે લિંક કરવાના ફાયદા

કર્મચારીઓ માટે આધાર સાથે જોડાયેલ એક્ટિવ UAN રાખવાથી એક જ પોર્ટલ દ્વારા બહુવિધ EPFO સેવાઓની ઍક્સેસ મળે છે. આમાં પ્રોવિડન્ટ ફંડ પાસબુક જોવા અને ડાઉનલોડ કરવા, ઉપાડ અથવા ટ્રાન્સફર માટે ઓનલાઈન દાવા કરવા, વ્યક્તિગત વિગતો અપડેટ કરવા અને વાસ્તવિક સમયમાં દાવાઓને ટ્રેક કરવાનો સમાવેશ થાય છે. આધાર આધારિત ઓટીપીનો ઉપયોગ કરીને એક્ટિવેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.

ELI યોજનાના લાભો

ELI યોજના નોંધપાત્ર નાણાકીય લાભો પ્રદાન કરે છે, જો કે ચોક્કસ રકમ પેટા યોજનાના આધારે બદલાય છે. જ્યારે સ્કીમ A નવા EPF સભ્યોને સમર્થન આપે છે, ત્યારે સ્કીમ B ઉત્પાદનમાં રોજગારને પ્રોત્સાહિત કરે છે અને સ્કીમ C નોકરીદાતાઓને રોજગારીની વધુ તકો ઊભી કરવામાં મદદ કરે છે.

Share This Article