Used Cars on the Rise: છેલ્લા બેથી ત્રણ વર્ષમાં દેશનું વપરાયેલી કાર બજાર ૧૦ થી ૧૨ ટકાના દરે સતત વધી રહ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬માં જૂની કારનું વેચાણ નવી કારને પાછળ છોડી શકે છે. ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે માંગમાં વધારો થવાને કારણે વપરાયેલી કારની સરેરાશ વેચાણ કિંમત પણ વધી રહી છે. છેલ્લા બે થી ત્રણ વર્ષમાં દેશનું વપરાયેલી કાર બજાર ૧૦ થી ૧૨ ટકાના દરે સતત વધી રહ્યું છે.
હાલની સ્થિતિ જોતાં નાણાકીય વર્ષ ૨૦૨૬માં તે વધીને ૪૦ બિલિયન ડોલર થવાની ધારણા છે. આનો અર્થ એ થયો કે સંખ્યાની દ્રષ્ટિએ, વપરાયેલી કારનું વેચાણ ૬૫ લાખથી ૭૦ લાખની વચ્ચે રહેવાની ધારણા છે.
હાલમાં, નવી કારનું સ્થાનિક બજાર આશરે ૪૩ બિલિયન ડોલર હોવાની અપેક્ષા છે. આ વૃદ્ધિ ટાયર, ફાઇનાન્સ વગેરે જેવા અન્ય ક્ષેત્રોમાં પણ વૃદ્ધિને વેગ આપશે. ૨૦૨૩-૨૪માં નવી કાર બજાર ૪૨ લાખ વાહનોના ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું અને આ વર્ષે તે સ્થિર રહેવાની ધારણા છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬ માં નવી કારનું વેચાણ એક થી બે ટકા વધીને લગભગ ૪.૫ મિલિયન થી ૪.૬ મિલિયન વાહનો સુધી પહોંચવાની ધારણા છે. તેનાથી વિપરીત, વપરાયેલી કાર બજારમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે.
બજારોની દ્રષ્ટિએ, બેંગલુરુ, હૈદરાબાદ અને પુણેમાં તાજેતરમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી છે. કિંમતની દ્રષ્ટિએ, ૬ લાખથી ૮ લાખ રૃપિયાની રેન્જની કાર (ખાસ કરીને કોમ્પેક્ટ એસયુવી)ની માંગ સૌથી વધુ જોવા મળી છે, જે તેમના પ્રદર્શન, સ્થાન, કિંમત અને મોટી કાર આકર્ષણ જેવા અનેક પરિબળો પર આધારિત છે.
માંગમાં આ વધારાને કારણે દેશમાં વપરાયેલી કારના સરેરાશ વેચાણ ભાવમાં પણ વધારો થયો છે. ભારતમાં વપરાયેલી કારની સરેરાશ વેચાણ કિંમત ૪.૫ લાખથી ૫ લાખ રૃપિયાની વચ્ચે છે, જે વધી રહી છે અને છેલ્લા બે થી ત્રણ વર્ષમાં તેમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો છે. બજેટ કાર (રૃ. ૩ થી ૫ લાખની રેન્જમાં) ના ભાવમાં ૧૦ થી ૧૨ ટકાનો વધારો થયો છે.
મધ્યમ શ્રેણીના વાહનો (૫થી ૧૦ લાખ રૃપિયાની રેન્જમાં) ની કિંમતમાં ૧૪ થી ૧૬ ટકાનો વધારો જોવા મળ્યો છે. આ ક્ષેત્રમાં પ્રીમિયમ અને એસયુવી મોડેલોમાં સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. ઊંચી માંગ અને મર્યાદિત પુરવઠાને કારણે, આમાં ૨૦ ટકા સુધીનો વધારો થયો છે. વપરાયેલી કારના વિકાસને વેગ આપતું બીજું પરિબળ એ છે કે માલિકીનો સરેરાશ સમયગાળો ઘટયો છે.