Vedanta Stock Price: વેદાંતા અને મેટલ ઇન્ડેક્સના ઘટાડાનું કારણ શું?

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Vedanta Stock Price: આજે શેર માર્કેટમાં માત્ર વેદાંત જ નહીં પરંતુ સમગ્ર મેટલ સેક્ટરમાં ઘટાડો થયો છે. આ ઘટાડા પાછળ ઘણા કારણો છે. તમને જણાવી દઈએ કે નિફ્ટી મેટલ ઈન્ડેક્સમાં માત્ર એક જ સ્ટોક વધ્યો હતો. અન્ય તમામ શેર 5 ટકા સુધી તૂટ્યા હતા. મેટલ ઇન્ડેક્સ પણ શરૂઆતમાં -5 ટકા ઘટ્યો હતો.જે શેર માર્કેટ બંધ થતા સુધીમાં 3.96% સુધી રહી ગયા હતા.

3 ફેબ્રુઆરી 2025 ના રોજ વેદાંત સહિત સમગ્ર મેટલ ઇન્ડેક્સ શા માટે ઘટ્યો?- પ્રથમ- અમેરિકન- અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર નવા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. જેના કારણે વૈશ્વિક બજારમાં ટ્રેડ વોરનો ભય વધી ગયો છે. આથી વૈશ્વિક બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. આ સંકેતોની અસર ભારતીય મેટલ શેર પર પણ જોવા મળી રહી છે.

- Advertisement -

બીજું કારણ – તાજેતરમાં રજૂ કરાયેલા બજેટ 2025 પછી, રોકાણકારોની અપેક્ષા મુજબ બજારમાં કોઈ હકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી ન હતી, જેના કારણે મેટલ સેક્ટર સહિત વિવિધ ક્ષેત્રોમાં ઘટાડો નોંધાયો હતો.

ત્રીજું કારણ છે ચીન – એક્સપર્ટ્સનું કહેવું છે કે ચીનના ઈકોનોમિક ડેટા પહેલાથી જ નબળા હતા અને હવે ટ્રમ્પ દ્વારા ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે મેટલ સેક્ટરની મુશ્કેલીઓ વધી ગઈ છે.

- Advertisement -

ચીન સાથે ભારતના મેટલ સેક્ટરનું શું જોડાણ છે?

ચીનમાં આયર્ન અને સ્ટીલની મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. ભારત ચીનમાં મોટાભાગે કાચો માલ અથવા ગૌણ માલની નિકાસ કરે છે, જ્યારે ચીન તેના ઉત્પાદનોનું ઉત્પાદન અને વેચાણ કરે છે.એટલા માટે ચીનના અર્થતંત્રને લઈને લેવાયેલા નિર્ણયની સીધી અસર ભારતના સ્ટીલ સેક્ટર પર પડી છે.

- Advertisement -

વેદાંતના શેરમાં રોકાણ કરનારાઓ માટે 2026ના બિઝનેસ વર્ષમાં અંદાજિત રૂ. 36 ડિવિડન્ડ આપી શકે છે. બ્રોકરેજ ફર્મ સિટીએ કંપનીના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો બાદ આ અનુમાન લગાવ્યું છે.

Share This Article