Women invest more in Mutual Funds: એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા અને ક્રીસીલ દ્વારા રજુ થયેલ અહેવાલ દર્શાવે છે કે પુરૂષોની તુલનાએ મહિલાઓ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં થતું રોકાણ વધુ છે. મહિલા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સમાં વ્યક્તિગત રોકાણકારોની સંપત્તિનો એક તૃતીયાંશ હિસ્સો ધરાવે છે જ્યારે વ્યક્તિગત રોકાણકારોમાં તેમનો હિસ્સો એક ક્વાર્ટર છે.
એયુએમ પર આધારિત સહભાગિતા દર સામાન્ય રોકાણકાર-આધારિત સહભાગિતા દર કરતા વધારે છે. જે દર્શાવે છે કે મહિલાઓ પુરૂષો કરતાં વધુ રકમનું રોકાણ કરે છે.
છેલ્લા પાંચ વર્ષમાં ભારતમાં મ્યુચ્યુઅલ ફંડમાં મહિલા રોકાણકારોનો રસ વધ્યો છે. અભ્યાસ મુજબ, માર્ચ ૨૦૧૯માં મહિલા રોકાણકારોની અસ્કયામતો અંડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. ૪.૫૯ લાખ કરોડ હતી, જે માર્ચ ૨૦૨૪માં બમણી થઈને રૂ. ૧૧.૨૫ લાખ કરોડ થઈ હતી. અભ્યાસમાં મહિલા રોકાણકારોની એયુએમમાં તીવ્ર વધારો ઉદ્યોગ પહેલ અને જાગૃતિ કાર્યક્રમોને આભારી છે.