AAI Recruitment, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા નોકરીની મોટી તક આપવામાં આવી રહી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જુનિયર આસિસ્ટન્ટની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. સંસ્થાએ 89 જગ્યાઓ પર નિમણૂક કરવામાં માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની શરુઆતની તારીખ, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી માટેની મહત્વની માહિતી
સંસ્થા – એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા
પોસ્ટ – જુનિયર આસિસ્ટન્ટ
જગ્યા – 89
એપ્લિકેશન મોડ – ઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ – 30-12-2024
અરજી કરવાની છેલ્લી તારીખ – 28-1-2025
ક્યાં અરજી કરવી – aai.aero
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી પોસ્ટની વિગતો
કેટેગરી – જગ્યા
UR – 45
SC – 10
ST – 12
OBC – 14
EWS – 8
શૈક્ષણિક લાયકાત
1. આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ધોરણ 10 પછી ત્રણ વર્ષનો મિકેનિકલ કે ઓટોમોબાઈલ કે ફાયરનો ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્ષ કરેલો હોવો જોઈએ
2. ધોરણ 12 પાસ
3. હેવી વિહિકલનું ડ્રાઈવિંગ લાઈસન્સ
વય મર્યાદા અને પગાર ધોરણ
AAI દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર જુનિયર આસિસ્ટન્ટ (ફાયર સર્વિસીસ) ભરતી 2024 માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 1 નવેમ્બર, 2024ના રોજ 18 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
પગાર ધોરણની વાત કરીએ તો આ જગ્યા ઉપર પસંદ પામેલા ઉમેદવારોને ₹ 31,000થી લઈને ₹ 92,000 પગાર ધોરણ મળશે.
અરજી ફી
આ ભરતી માટે અરજી કરનાર જનરલ/OBC/EWS એ 1,000 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.
SC/ST/ભૂતપૂર્વ સૈનિકો/મહિલાઓને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
અરજી કેવી રીતે કરવી?
AAI જુનિયર આસિસ્ટન્ટની ભરતી માટે, સૌ પ્રથમ ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ aai.aero ની મુલાકાત લેવી પડશે.
હોમપેજ પર Apply Online લિંક પર ક્લિક કરો.
તમારી મૂળભૂત વિગતો અને સંપર્ક માહિતી આપીને તમારી જાતને નોંધણી કરો.
અહીં આપેલું ઓલાઈન ફોર્મ ભરી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
અરજી ફી ચૂકવો. ફી ચૂકવ્યા પછી, ઉમેદવારોએ અંતિમ સબમિશન પહેલાં એકવાર અરજી ફોર્મની તપાસ કરવી જોઈએ.
બધી વિગતો યોગ્ય રીતે ભર્યા પછી, અરજી ફોર્મ સબમિટ કરો.
ભરતી અંગે મહત્વની તારીખ
આ પદો માટે અરજી પ્રક્રિયા 30 ડિસેમ્બર, 2024થી શરૂ થશે, જે 28 જાન્યુઆરી, 2025 સુધી ચાલુ રહેશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ aai.aero ની મુલાકાત લઈને અરજી કરી શકે છે.